જેટલી બોલ્યા - રાહુલમાં સમજણનો અભાવ, તેના રહેતા કોંગ્રેસનો ભગવાન માલિક

અરુણ જેટલી (ફાઇલ ફોટો)
- News18 Gujarati
- Last Updated: July 21, 2018, 5:04 PM IST
જેટલીએ લખ્યું છે કે જો કોઈ પ્રતિભાગી (રાહુલ ગાંધી) જે એક રાષ્ટ્રીય રાજનીતિક દળનો અધ્યક્ષ પણ છે (જે પ્રધાનમંત્રી બનવાની ઇચ્છા રાખે છે), તો તેનો બોલેલો એક-એક શબ્દ મુલ્યવાન હોવો જોઈએ. તેના તથ્યોમાં વિશ્વસનિયતા અને સાચી વાત હોવી જોઈએ. ચર્ચા મહત્વ વગરની ન હોવી જોઈએ. રાહુલને આડે હાથે લેતા જેટલીએ આગળ કહ્યું હતું કે જે પ્રધાનમંત્રી બનવા માંગે છે તે ક્યારેય અજ્ઞાનતા, જુઠ અને કલાબાજીને મિશ્રિત કરતા નથી.
કેન્દ્રીય મંત્રીએ બ્લોગમાં લખ્યું હતું કે અફસોસની વાત છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે એક મહાન તકને ગુમાવી દીધી હતી. જો 2019 માટે આ તેની સૌથી સારી ચર્ચા હતી તો ભગવાન તેની પાર્ટી (કોંગ્રેસ)ની મદદ કરે. જેટલીએ કહ્યું હતું કે તેની સમજ પાયાના મુદ્દા સુધી જ સીમિત નથી, પણ પ્રોટોકોલની જાણકારી પણ સીમિત છે.
Rahul Gandhi, by concocting a conversation with President Macron, has lowered his own credibility&seriously hurt the image of an Indian politician before the world at large. Not to be aware of the fact that UPA Government Minister had signed the secrecy pact is not understandable
— Arun Jaitley (@arunjaitley) July 21, 2018
જેટલીએ આગળ લખ્યું હતું કે ક્યારેક સરકારના મુખીયા કે રાજ્યના મુખીયા સાથે થયેલી વાતચીતને ખોટી ગણાવી જોઈએ નહીં. જો કોઈ આમ કહે છે તો ગંભીર લોકો તમારી સાથે વાત કરવા કે તમારી હાજરીમાં બોલવા ઇચ્છશે નહીં.
કેન્દ્રીય મંત્રીએ બ્લોગમાં લખ્યું કે સંસદમાં રાફેલનો મુદ્દો ઉઠાવતા સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફ્રાન્સના રાષ્ટ્રપિત ઇમૈનુએલ મૈક્રો સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. જેથી રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ મૈક્રો સાથે વાતચીત કરવા પર પોતાની વિશ્વસનિયતા ઓછી કરી છે. દુનિયાભરમાં એક ભારતીય રાજનેતાની છાપને ગંભીર રૂપથી નુકશાન પહોંચાડ્યું છે.
Hallucinations can give momentary pleasure to a person. Therefore, to hallucinate after an embarrassing performance that he has won future election or to hallucinate that he is the reincarnation of Mark Antony may give him self-satisfaction but– in fact it is a serious problem.
— Arun Jaitley (@arunjaitley) July 21, 2018
જેટલીએ લખ્યું હતું કે એ ન ભુલવું જોઈએ કે યુપીએ સરકારના મંત્રીએ ગોપનીયતાની સમજુતી પર સિગ્નેચર કર્યા હતા. રાહુલ ગાંધી હવે ડોક્ટર મનમોહન સિંહને શરમજનક સ્થિતિમાં મુકવા માંગે છે. જે વાતચીતના સાક્ષી છે.
જીએસટી વિશે જેટલીએ કહ્યું હતું કે એ વાત પણ તે જાણતા નથી તે યુપીએએ જીએસટી સંશોધન પ્રસ્તાવ આપ્યો હતો? જીએસટીના દાયરામાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ ન કર્યો? આ ફક્ત એનડીએ સરકાર છે જે જીએસટી પરિષદ દ્વારા સહમતિ થયા પછી જ જીએસટી લઈને આવી હતી.