હેકર્સે હિન્દુ મહાસભાની વેબસાઇટ પર બીફ કરી બનાવવાની રેસિપી મુકી

News18 Gujarati
Updated: August 24, 2018, 8:28 PM IST
હેકર્સે હિન્દુ મહાસભાની વેબસાઇટ પર બીફ કરી બનાવવાની રેસિપી મુકી
હેકર્સે હિન્દુ મહાસભાની વેબસાઇટ પર બીફ કરી બનાવવાની રેસિપી મુકી

સ્વામી ચક્રપાણી મહારાજે કહ્યું હતું કે કેરળના પૂરમાં ફક્ત એવા લોકોની મદદ કરવી જોઈએ જે બીફ ખાતા નથી

  • Share this:
અખિલ ભારતીય હિન્દુ મહાસભાના નેતા સ્વામી ચક્રપાણી મહારાજે કેરળના પૂર પર આપેલા વિવાદિત નિવેદન પછી કેરળ બેઝ હેકર્સ સમુહ પર સંગઠનની વેબસાઇટને હેક કરવાનો આરોપ લાગ્યો છે. સ્વામી ચક્રપાણી મહારાજે કહ્યું હતું કે કેરળના પૂરમાં ફક્ત એવા લોકોની મદદ કરવી જોઈએ જે બીફ ખાતા નથી.

પાર્ટીની વેબસાઇટ abhm.org.inને હેકર્સ સમુહ દ્વારા હેક કરી લેવામાં આવી હતી. વેબસાઇટ પર ચક્રપાણી મહારાજ માટે પણ એક સંદેશો હતો, જેમાં લખવામાં આવ્યં હતું કે આપણે લોકો ચરિત્ર બદલ તેમનું સન્માન કરીએ છીએ તેમના ભોજનની આદતો માટે નહીં.

હેકર્સ સમુહે સ્વામી ચક્રપાણીના વિવાદિત નિવેદનને પણ પોસ્ટ કર્યું છે જેમાં કહ્યું હતું કે ગૌમાંસ ખાવું પાપ છે, પૂરમાં સહાયતા ફક્ત તેમની કરવી જોઈએ જે પશુઓને મારતા નથી.આ સાથે વેબસાઇટ પર એક જીઆઈએફ ઇમેજમાં મસાલાદાર બીફ કરી બનાવવાની રેસિપી પણ બતાવવામાં આવી છે.

આ પહેલા એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ચક્રપાણીએ કહ્યું હતું કે કેરળમાં બીફ ખાવાનું પરિણામ ભોગવવું પડ્યું છે. નિર્દોષ પણ તેનો ભોગ બન્યા છે. ગૌમાંસ ખાનાર અને વેચાણ કરનાર કોઈને પણ પૂર દરમિયાન સરકારી અથવા બિન સરકારી કોઈ પ્રકારની સહાયતા મળતી જોઈએ નહીં.
First published: August 24, 2018, 8:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading