Home /News /india /દિલ્હીનાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઇ છે કારણ કે તમારા મોંમાં પાન-મસાલા છે!

દિલ્હીનાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઇ છે કારણ કે તમારા મોંમાં પાન-મસાલા છે!

પ્રતિકાત્મક તસવીર

IIT ખડગપુરના અર્બન પ્લાનર એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટે થોડા દિવસ પહેલા દિલ્હીમાં વરસાદી પાણી કેમ ભરાયા તેનો સર્વે કરાયો હતો.

Ankit Francis 

થોડા જ વરસાદમાં તો આખી દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાઇ જાય છે. બધાને એક જ સવાલ થાય છે કે વરસાદ પહેલા ગટરોને કેમ સાફ નથી કરવામાં આવતી? IIT ખડગપુરના એક રિપોર્ટ પ્રમાણે આ પાણી ભરાવવાની સમસ્યાની પાછળ દિલ્હીના લોકોની પાન મસાલા અને ગુટખા ખાવાની આદત છે. જે પ્રમાણે દિલ્હીની 22 ટકાથી વધારે ગટર ચોકઅપ થઇ જાય છે. ગટરમાં તમે ખાધેલા પાન મસાલા અને ગુટખાના પ્લાસ્ટિક પાઉચ ફસાયેલા છે.

શું છે રિપોર્ટ?

IIT ખડગપુરના અર્બન પ્લાનર એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટે થોડા દિવસ પહેલા દિલ્હીમાં વરસાદી પાણી કેમ ભરાયા તેનો સર્વે કરાયો હતો. જેમાં તે વાત સામે આવી કે આની પાછળ પાન-મસાલા અને ગુટખાના પાઉચ પણ છે. આ સર્વે પ્રમાણે આવા કચરાને કારણે દિલ્હીની ગટરો ચોકઅપ થઇ રહી છે જેમાં 39 ટકા ઘન કચરો છે જે ઘરોમાંથી આવે છે, 27 ટકા પ્લાસ્ટિક છે, 12 ટકા કિચડ છે અને 22 ટકા પાન-મસાલાના પાઉચ છે. રિપોર્ટમાં એવી પણ સલાહ આપવામાં આવી છે કે વરસાદ પછી ગટર ઓવરફ્લોની સમસ્યા સામે ત્યારે જ ઉકેલ લાવવામાં આવે છે જ્યારે પેકિંગ કચરાની સમસ્યાનું કંઇક કરવામાં આવે.

IIT ખડગપુરના અર્બન ડિઝાઇન એન્ડ રોડ મેનેજમેન્ટના પ્રોફેસર ટીએસ રામચંદ્રન જણાવે છે કે દિલ્હીની ગટર ગુટખા ફેક્ટરી જેવી દેખાય છે. આ પેકિંગ કચરો સામાન્ય પોલીથીન કરતાં પણ વધારે હાનિકારક છે. આ રિપોર્ટ પણ રામાચંદ્રનની સાથે પ્રવીનનાથ અને પ્રશાંત કુમારે તૈયાર કરી છે. ત્રણ લોકોની આ ટીમે 2 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન દિલ્હીના આશરે 35 રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ટીમને 40 કિલોથી વધારે પાન મસાલા અને ગુટખાના પાઉચ મળ્યાં છે.

નોંધનીય છે કે આ પાન-મસાલા અને ગુટખાના આ પાઉચની રિસાઇક્લિંગ વેલ્યુ ઝીરો છે. કચરો વીણનારા લોકો પણ આને ઉઢાવતાં નથી જેને કારણે આ કચરો ગટરોમાં જાય છે.
First published:

Tags: Pan Masala, Tobacco, Water-logging, ચોમાસુ, દિલ્હી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો