ગુડગાંવઃ સુરક્ષા ગાર્ડના હુમલા બાદ જજના પત્નીનું મોત, પુત્ર ગંભીર

જજના સુરક્ષા ગાર્ડે બે બુલેટ રીતુની ધાતી અને પેટમાં ધરબી દીધી હતી, જ્યારે ધ્રુવના પર ત્રણ વખત ફાયરિંગ કર્યું હતું.

જજના સુરક્ષા ગાર્ડે બે બુલેટ રીતુની ધાતી અને પેટમાં ધરબી દીધી હતી, જ્યારે ધ્રુવના પર ત્રણ વખત ફાયરિંગ કર્યું હતું.

 • Share this:
  ગુંડગાંવઃ શનિવારે ગુંડગાવ ખાતે એડિશનલ સેશન્સ જજના પત્ની અને પુત્ર પર તેના સુરક્ષા ગાર્ડે હુમલો કર્યો હતો. જે બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જજના પત્નીનું રવિવારે મોત થઈ ગયું છે. જ્યારે તેના પુત્રની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે આ બનાવ શનિવારે બપોર પછી 3:30 વાગ્યાની આસપાસ ગુંડગાવના સેક્ટર 49માં આર્કેડિયા માર્કેટ પાસે બન્યો હતો. એડિશનલ સેશન્સ જજ ક્રિશાન કાંત શર્માના પત્ની અને તેમનો પુત્ર અહીં શોપિંગ માટે આવ્યાં હતાં. તેમની સાથે જજનો સુરક્ષા ગાર્ડ મહિલાપાસિંઘ હતો.

  ગુડગાંવ-ઇસ્ટના ડીસીપી સુલોચના ગજરાજે જણાવ્યું કે, "સ્થાનિક લોકોએ આર્કેડિયા માર્કેટ પાસે ફાયરિંગ થયાની જાણ પોલીસને કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે જજના પત્ની રીતુ અને તેનો પુત્ર ધ્રુવ લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં."

  જજના સુરક્ષા ગાર્ડે બે બુલેટ રીતુની ધાતી અને પેટમાં ધરબી દીધી હતી, જ્યારે ધ્રુવના પર ત્રણ વખત ફાયરિંગ કર્યું હતું. મહિપાલે એક ગોળી ધ્રુવના ખભા પર અને બે ગોળી તેના માથા પર ચલાવી હતી. બંનેને મેદાન્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રીતુનું મોત થઈ ગયું હતું.

  આ પણ વાંચોઃ ગુંડગાવઃ જજના પત્ની અને પુત્રને ભરબજારે સુરક્ષા ગાર્ડે મારી દીધી ગોળી

  ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જણાવ્યું હતું કે, મહિપાલે પહેલા રીતુ પર બે ગોળી ચલાવી હતી. બાદમાં તેને લાતો મારી હતી અને અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન તેનો પુત્ર તેના બચાવમાં દોડી આવ્યો હતો. આથી મહિપાલે તેને પણ ત્રણ ગોળી ધરબી દીધી હતી. બંને પર ગોળી ચલાવ્યા બાદ મહિપાલે બંનેને ઢસડવાનો પણ પ્રયાસ કર્યો હતો. અંતે તે બંનેને ત્યાં જ છોડીને તેની કાર લઈને ફરાર થઈ ગયો હતો.

  પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાપાલ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. પૂછપરછ દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે જજનો પરિવાર તેને ઘર જવા માટે રજા આપી રહ્યો ન હતો તેમજ જજ પણ તેમને અવાર નવાર ધમકાવતા હતા. શનિવારે જ્યારે તે જજના પત્ની અને પુત્ર સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે પણ જજના પત્નીએ તેને ધમકાવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: