જજનાં પુત્રનું મોત, 10 દિવસ પહેલા ભરબજારે સુરક્ષા ગાર્ડે મારી હતી ગોળી

ઘટનાસ્થળની તસવીર

13મી ઓક્ટોબરના રોજ બપોરે 3:30 વાગ્યાની આસપાસ ગુરુગ્રામ સેક્ટર 49માં આર્કેડિયા માર્કેટ પાસે જજના સુરક્ષા ગાર્ડે તેમની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી હતી.

 • Share this:
  ગુરુગ્રામઃ એડિશનલ સેશન જજ કૃષ્ણકાંત શર્માના પુત્ર ધ્રુવનું મોત થઈ ગયું છે. છેલ્લા 10 દિવસથી મેદાંતા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યે ધ્રુવે અંતિમ શ્વાસ લીધા હતા. જજના સુરક્ષા ગાર્ડે 13મી ઓક્ટોબરના રોજ તેમની પત્ની અને તેના પુત્રને ભરબજારમાં ગોળી મારી દીધી હતી. જજની પત્નીનું એક દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ધ્રુવની હાલત ગંભીર હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ જજના પુત્રને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

  હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જજના પુત્ર ધ્રુવના શરીરના વિવિધ અંગોનું દાન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓમાં તેના અંગોનું પ્રત્યાર્પણ કરવામાં આવશે.

  13મી ઓક્ટોબરના રોજ બન્યો હતો બનાવ

  આ બનાવ 13મી ઓક્ટોબરના રોજ બપોર પછી 3:30 વાગ્યાની આસપાસ ગુરુગ્રામના સેક્ટર 49માં આર્કેડિયા માર્કેટ પાસે બન્યો હતો. એડિશનલ સેશન્સ જજ કૃષ્ણકાંત શર્માના પત્ની અને તેમનો પુત્ર અહીં શોપિંગ માટે આવ્યાં હતાં. તેમની સાથે જજનો સુરક્ષા ગાર્ડ મહિલાપાસિંઘ હતો.

  આ પણ વાંચોઃ જજનાં પત્નીએ ધમકાવતા સુરક્ષા ગાર્ડે ચલાવી હતી ગોળી: ગુરુગ્રામ પોલીસ

  ગોળી મારીને ફરાર થઈ ગયો હતો

  આ દરમિયાન જજના ગનમેને પહેલા તેમના પત્ની રીતુ પર ફાયરિંગ કર્યું હતું, બાદમાં તેના પુત્ર ધ્રુવ પર ગોળી ચલાવી હતી. બાદમાં ઘાયલ થઈને નીચે પડી ગયેલા તેના પુત્રને ઢસડીને કારમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે આવું કરવામાં અસમર્થ રહેતા બંનેને રસ્તા પર જ છોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. આ આખો બનાવ અહીં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો હતો.

  જજના સુરક્ષા ગાર્ડે બે બુલેટ રીતુની છાતી અને પેટમાં ધરબી દીધી હતી, જ્યારે ધ્રુવના પર ત્રણ વખત ફાયરિંગ કર્યું હતું. મહિપાલે એક ગોળી ધ્રુવના ખભા પર અને બે ગોળી તેના માથા પર ચલાવી હતી. બંનેને મેદાન્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  જજના પત્નીએ ધમકાવતી ગોળી ચલાવીઃ પોલીસ

  પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાપાલ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. પૂછપરછ દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે જજનો પરિવાર તેને ઘર જવા માટે રજા આપી રહ્યો ન હતો તેમજ જજ પણ તેમને અવાર નવાર ધમકાવતા હતા. શનિવારે જ્યારે તે જજના પત્ની અને પુત્ર સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે પણ જજના પત્નીએ તેને ધમકાવ્યો હતો.

  ગુરુગ્રામના જજની પત્ની અને પુત્ર ઉપર ગોળી ચલાવાના મામલામાં ડીજીપી ક્રાઇમ સુમિતે જણાવ્યું હતું કે, ગનર મહિપાલ છેલ્લા દોઢ વર્ષથી જજના પીએસઓ હતો. પૂછપરછ દરમિયાન ગનરે જણાવ્યું હતું કે, જજના પરિવારને માર્કેટમાં છોડીને ચાલ્યો ગયો હતો. ખાસા સમય પછી તે પાછો આવ્યો ત્યારે જજની પત્નીએ તેને ધમકાવ્યો હતો. એટલા માટે મહિપાલને ગુસ્સો આવ્યો હતો અને જજના પરિવાર ઉપર ગોળી ચલાવી દીધી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: