Home /News /india /

ગુડગાંવઃ જજના પુત્રને 'બ્રેઇન ડેડ' જાહેર કરાયો, સુરક્ષા ગાર્ડે મારી હતી ગોળી

ગુડગાંવઃ જજના પુત્રને 'બ્રેઇન ડેડ' જાહેર કરાયો, સુરક્ષા ગાર્ડે મારી હતી ગોળી

જજના પુત્રને ગોળી મારીને તેને ગાડીમાં નાખી રહેલો સુરક્ષા ગાર્ડ

તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપી સુરક્ષા ગાર્ડ પત્ની સાથે સતત ઝઘડાને કારણે પરેશાન રહેતો હતો, એટલું જ નહીં તે સતત પોતાનું નિવેદન બદલી રહ્યો છે.

    ગુડગાંવઃ શનિવારે એડિશનલ સેશન્સ જજના પત્ની અને પુત્ર પર તેના જ સુરક્ષા ગાર્ડે ગોળી ચલાવી હતી. આ ઘટનામાં જજના પત્ની રીતુનું રવિવારે સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જ્યારે રવિવારે મોડી રાત્રે જજના 18 વર્ષના પુત્ર ધ્રુવને 'બ્રેઇન ડેડ' જાહેર કરવામાં આવ્યો છે.

    ગુડગાંવ સિવિલ હોસ્પિટલના રિઝનલ મેડિકલ ઓફિસર પવન ચૌધરીએ જજના પત્ની રીતુનું મોત થયાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રીતુનું મોત વધારે પ્રમાણમાં લોહી વહી જવાને કારણે થયું હતું. ત્રણ ડોક્ટરની પેનલ તરફથી કરવામાં આવેલા નિરીક્ષણમાં સામે આવ્યું છે કે તેને બે ગોળી વાગી હતી.

    મેડિકલ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે જજના પુત્ર ધ્રુવને માથામાં ગોળી મારવામાં આવી હતી. તેને બ્રેઇન ડેડ જાહેર કરાયો છે. ધ્રુવને હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો છે. જો તે બચી જશે તો કોઈ ચમત્કાર જ કહેવાશે.

    જજના પત્ની અને પુત્ર પર ગોળીબાર કરનાર સુરક્ષા ગાર્ડ મહિપાલસિંઘને રવિવારે બપોરે ગુડગાંવ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, કોર્ટે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

    આ પણ વાંચોઃ  ગુડગાંવઃ  સુરક્ષા ગાર્ડે જજના પત્ની પર ગોળી ચલાવી તેને મારી હતી લાતો

    મહિલાપસિંઘ અંગે પોલીસ જણાવ્યું હતું કે, "તે સતત પોતાનું નિવેદન બદલી રહ્યો છે. જ્યારે પણ તેની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. તે એવું કહી રહ્યો છે કે પારિવારિક સમસ્યાને કારણે તે ડિપ્રેશનમાં હતો."

    પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "મહિપાલને તેના કૃત્ય પર પસ્તાવો છે. તે તેની પત્ની સાથે સતત ઝઘડાને કારણે પરેશાન રહેતો હતો. મહિપાલના પાડોશીઓએ પણ દંપતી વચ્ચે સારા સંબંધો ન હોવાની વાત કહી હતી."

    પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે મહિપાલ હરિયાણા પોલીસનો હેડ કોન્સ્ટેબલ છે. તેને છેલ્લા બે વર્ષથી જજની સુરક્ષામાં તહેનાત કરવામાં આવ્યો છે. તે છેલ્લા થોડા દિવસોથી રજા માંગી રહ્યો હતો પરંતુ તેની રજા મંજૂર થઈ ન હતી. અન્ય એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જજ પણ અવાર નવાર તેના પર ગુસ્સે ભરાતા હતા. એટલું જ નહીં શનિવારે જ્યારે તે જજના પત્ની અને પુત્ર સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે પણ જજના પત્નીએ તેને ધમકાવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Brain dead, Gurugram

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन