બ્રિટનમાં ગુજરાતી મૂળનાં કોન્સ્ટેબલને યૌન શોષણનો ખોટો કેસ કરવા માટે જેલ

News18 Gujarati
Updated: January 12, 2020, 11:35 AM IST
બ્રિટનમાં ગુજરાતી મૂળનાં કોન્સ્ટેબલને યૌન શોષણનો ખોટો કેસ કરવા માટે જેલ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતી મૂળનાં કોન્સ્ટેબલ હિતેષ લાખાણીએ સપ્ટેમ્બર 2018માં પોલીસને એક ફરિયાદ કરી હતી.

  • Share this:
બ્રિટનમાં યૌન શોષણનો ખોટો કેસ કરનાર ગુજરાતી મૂળનાં કોન્સ્ટેબલને ત્રણ વર્ષની જેલની સજા થઇ છે. મેટ્રોપોલીટન પોલીસ ઓફિસર હિતેષ લાખાણીએ પોતાના બગીચાની સફાઇ નહીં કરવા માટે ઝગડો કર્યો હતો. જેમાં તેણે સ્થાનિક સત્તાવાળા દ્વારા કામે રખાયેલા સફાઇ કામદાર પર બાળકનાં યૌન શોષણનો આરોપ મૂક્યો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતી મૂળનાં કોન્સ્ટેબલ હિતેષ લાખાણીએ સપ્ટેમ્બર 2018માં પોલીસને એક ફરિયાદ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, લંડનનાં પરા ઉક્સબ્રિજ વિસ્તારમાં એક ઘરમાં બાળકીની માતા આગળ ચાલી રહી હતી ત્યારે એક પુરૂષને પાંચ વર્ષની બાળકીને ઝાડ પાછળ આવવા ઇશારો કરતો જોયો હતો. જેમાં હિતેષે દાવો કર્યો હતો કે, બાળકીની માતાને જ્યારે પુત્રી ગુમ થવાનું લાગયું અને તેને શોધવા બુમ પાડી હતી. ત્યારે આરોપીને પોતાની પેન્ટ કાઢી બાળકીનો હાથ એની પર રાખવા ફરજ પાડી હતી. જે દરમિયાન તે ભાગી ગયો હતો. લાખાણીએ કહ્યું હતું કે, તેણે આરોપીને પકડી પાડયો હતો. તેના ફોટા પણ લીધા હતા જે પોલીસ તપાસ કરવા આવી ત્યારે તેમને આપ્યા હતા. જોકે, આ મામલામાં તપાસના અંતે સાબીત થયું હતું કે, 'આવી કોઇ ઘટના કે યૌન શોષણ થયું જ નહતું.'

આ પણ વાંચો : વાપી : ઘરમાં ઘૂસીને બે મહિલાઓની ગોળી મારીને હત્યા, આરોપીઓ ફરાર

આ મામલે જજે કહ્યું કે, 'આ પાયાવિહોણો આરોપ નોકરી કરનાર એક પોલીસ ઓફિસર દ્વારા એક માણસ સામે કરવામાં આવ્યા હતા.હિતેષ લાખાણીએ પોતે યૌન શોષણ થતું હોવાનું જોયું છે તેમ કહીને પોલીસને બોલાવી હતી. જોકે, એવું કંઇ બન્યું જ નહતું. ખરેખર તો લાખાણીનાં ઘરની સામે રસ્તા પરના એક ઝાડને કાપવા માટેની લડાઇ હતી. તપાસમાં આવું કંઇ જ જણાયું નહતું'

આ પણ વાંચો : વડોદરાની સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી ચલાવતો હતો 'કોલ સેન્ટર', આ રીતે થયો પર્દાફાશ
First published: January 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading