સેનેટરી નેપકીન, રાખડી પર નહીં લાગે ટેક્સ, ટીવી,ફ્રિઝ અને કુલર પણ સસ્તા

 • Share this:
  વિત્તમંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સેનિટરી નેપકિનને જીએસટીમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય 28% વાળા પ્રોડક્ટ્સમાં પણ જીએસટી ઘટાડવામાં આવી છે. બેઠક દરમિયાન સુગર સેસ પર ફક્ત રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. સુગર સેસ પર કોઈ નિર્ણય લેવાયો નથી. કુલ મળીને 35થી વધારે ઉત્પાદનો પર જીએસટી રેટ ઘટાડવામાં આવ્યો છે. વિત્ત મંત્રી પીયુષ ગોયલે કહ્યું છે કે આ ફેરફારથી 100થી વધારે આઇટમો સસ્તી થશે. બેઠકમાં લેવાયેલ બધા નિર્ણયો 27 જુલાઈથી લાગુ થશે. 1000 રુપિયા સુધીના ફુટવેર પર હવે 5 ટકા ટેક્સ લાગશે, પહેલા આ રકમ 500 રૂપિયા હતી. ટીવી, ફ્રિઝ અને કુલર પણ સસ્તા થયા છે.

  આ સામાન ટેક્સના દાયરામાંથી બહાર - વિત્ત મંત્રીએ બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સેનેટરી નેપકિન પરથી ટેક્સ ખતમ કરી દેવામાં આવ્યો છે. સાથે સ્ટોન, માર્બલ, રાખડીઓ, લાકડાની મૂર્તિઓ અને સાલના પત્તા પરથી GST હટાવી લેવામાં આવ્યો છે.

  28 ટકાથી ઘટાડીને 18 ટકા - ટીવી (27 ઇંચ સુધી), રેફ્રીજરેટર, લીથિયમ બેટરી, વેક્યુમ ક્લીનર, ફુડ ગ્રાઇંડર, મિક્સર, સ્ટોરેજ વોટર હિટર, હેડ ડ્રાયર, પેંટ, વાર્નિશ, વોટર કુલર, મિલ્ક કુલર અને ટોયલેટ સ્પ્રે પરથી GST ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલા આ સામાનો પર 28 ટકા ટેક્સ લાગતો હતો.

  આ સામાનો પર ટેક્સ ઘટાડીને 12 ટકા કરાયો - વિત્તમંત્રીએ જણાવ્યું હતું કે હેન્ડબેગ્સ, જ્વેલરી બોક્સ, પેન્ટિંગ માટે ઉપયોગમાં લેવાયેલ વુડન બોક્સ, આર્ટવેયર ગ્લાસ વગેરે પર ટેક્સ ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે.

  વેપારીઓને મોટી રાહત - આ પહેલા વેપારીઓ માટે GST રિટર્ન નિયમ આસાન કરવા પર સહમતિ બની હતી. હવે GST રિટર્ન ભરવા માટેનું ફોર્મ ફક્ત 1 પેજનું હશે. આ સિવાય મહિનામાં 3 વખત રિટર્નના ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. 5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર વાળાએ ત્રિમાસિક રિટર્ન ભરવા પડશે.

  4 ઓગસ્ટે GST કાઉન્સિલની સ્પેશ્યલ બેઠક - વિત્ત મંત્રીએ જણાવ્યું હતું કે 4 ઓગસ્ટે કાઉન્સિલની સ્પેશ્યલ બેઠકમાં એમએસએમઈ સેક્ટરને રાહત આપવા પર વિચાર થશે. આ બેઠક દિલ્હીમાં યોજાશે.
  Published by:Ashish Goyal
  First published: