વલખા મારતું બુંદેલખંડ: ખેતી તો ઠીક પીવા માટે પણ નથી પાણી!

News18 Gujarati
Updated: May 8, 2018, 11:00 AM IST
વલખા મારતું બુંદેલખંડ: ખેતી તો ઠીક પીવા માટે પણ નથી પાણી!

  • Share this:
ન્યૂઝ 18ના ખાસ કેમ્પેઇન પાણીની કહાનીમા્ં આજે અમે તમને દેશમાં દિવસેને દિવસે ગંભીર થઇ રહેલા પાણીના પ્રશ્ન વિશે જણાવીશું, બુંદેલંડ દેશના એવા વિસ્તારમાં આવે છે જ્યાં પાણી માટે લોકો તડપી રહ્યાં છે. સરકાર પોતાના વાયદા પૂરા કરવામાં અસફળ રહી છે, આ વિસ્તારમાં લોકો માટે પીવાનું અને ખેતી, જાનવરો માટે પણ પાણીની સુવિધા નથી. બુંદેલખંડના ગ્રાઉન્ડ રિપોર્ટ પર એક નજર.

દુનિયા ભલે ટેક્નોલોજી અને વિકાસના મુદ્દે આગળ વધી રહી છે, પરંતુ ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં આજે પણ લોકો એક બૂંદ પાણી માટે તરસી રહ્યાં છે, બુંદેલખંડના હમીરપૂર જિલ્લામાં પાણીમાટે લોકોની સ્થિતિ કફોડી છે, માણસ તો ઠીક પ્રાણીઓ પણ તરસી રહ્યાં છે, આથી જ આ વિસ્તાર માટે કહેવામાં આવી રહ્યું છે કે 'બુંદેલખંડની કહાની, ન પેટ કો પાની, ન ખેત કો પાની'.

ગરમીની શરૂઆતની સાથે જ ઘોડાગાડીમાં પાણી લઇને જતાં લોકો જોવા મળે તે દ્રશ્યો અહીં સામાન્ય છે, આ લોકો પોતાના ગામથી અનેક કિલોમીટર દૂર નદીમાંથી પાણી લઇને આવે છે, ગરમીના દિવસોમાં અહીં લોકોનું એક જ કામ હોય છે, રોજ સવારે ઉઠીને પાણી મેળવવા દર દર ભટકવાનું. સવારથી સાંજ સુધી લોકો પાણી માટે વલખા મારે છે.

બુંદેલખંડ વિસ્તારના હમીરપૂર, મહોબા તથા બાંદા જિલ્લામાં હજારો સરકારી હેંડપંપ બંધ હાલતમાં પડ્યા છે, અને જે પંપ ચાલુ છે તેમાં ખારું પાણી આપે છે, તો હજારો કૂવા સૂકાઇ ગયા છે, રહી વાત અહીંના તંત્રની તો તેઓ તમામ સ્થિતિથી માહિતગાર હોવા છતા આંખ આડા કાન કરી રહ્યાં છે. 45 ડિગ્રી તાપમાનમાં એક તરફ ગરમીથી લોકો પરેશાન છે, તો બીજી બાજુ પાણીને કારણે પણ સ્થિતિ કફોડી બની છે.
First published: May 8, 2018, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading