જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા આ મોટા ફેરફાર થશે

News18 Gujarati
Updated: August 5, 2019, 12:49 PM IST
જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા આ મોટા ફેરફાર થશે
જમ્મુ કાશ્મીર

  • Share this:
જમ્મુ કાશ્મીરમાં હવે કલમો દૂર થતા કેન્દ્ર શાસિત બનતા થશે આ મોટા ફેરફાર
રાજ્યસભામાં અમિત શાહે આજે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંકલ્પ રજૂ કર્યો છે. જે અંતર્ગત જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. અને તેમાંથી 370 અને 35 એ કલમ થોડાક ફેરફાર સાથે દૂર થશે. વધુમાં લદાખ જમ્મુ કાશ્મીરથી અલગ થશે. ત્યારે તે સમજો કે શું છે કલમ 370 અને 35 એ? સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી જમ્મુ કાશ્મીરમાં કેવા ફેરફાર થશે.

સૌથી પહેલા 35 એ જમ્મુ કાશ્મીરમાં સ્થાઇ નાગરિકોને ખાસ અધિકાર આપતી હતી. 14 મે 1954 પહેલા જે લોકો કાશ્મીરમાં વસ્યા હતા તેમના આ અધિકાર હેઠળ અહીં જમીન ખરીદવાનો અને સરકારી નોકરી અને સહાય મેળવવાનો વિશેષ હક હતો. જે હવે દૂર થયો છે.

આર્ટીકલ 370 જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર આપે છે. જે મુજબ ભારતીય સંસદ જમ્મુ કાશ્મીરમાં ખાલી ત્રણ ક્ષેત્રે એટલે કે રક્ષા, વિદેશ મામલા અને સંચાલન માટે કાનૂન બનાવા અંગે જ નિર્ણય લઇ શકે છે. આ હેઠળ જમ્મુ કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હતી. જો કે મોદી સરકારે હવે આ વિશેષ અધિકારો પણ ફેરફાર કર્યા છે.

હવે લદાખ અને જમ્મુ કાશ્મીર બંને કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા જ તે ભારતનો રાજકીય ભાગ રહેશે. અન્ય રાજ્યોની જેમ જ હવે તે પોતાની સરકાર ચૂંટી શકશે. અને તેનું સંચાલન કેન્દ્ર જાતે કરશે. દમણ દીવ, લક્ષદ્વીપની જેમ ભારતના 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે લડાખ અને જમ્મુ કાશ્મીર પણ જોડાશે.
First published: August 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading