આવકવેરો ન ભરનારા લોકો સામે સરકાર હવે કાર્યવાહી કરશે

News18 Gujarati
Updated: June 13, 2018, 2:25 PM IST
આવકવેરો ન ભરનારા લોકો સામે સરકાર હવે કાર્યવાહી કરશે
આવકવેરો ન ભરનારા લોકો સામે સરકાર હવે કાર્યવાહી કરશે

આવકવેરો ન ભરનારા લોકો સામે સરકાર હવે કાર્યવાહી કરશે

  • Share this:
નવેમ્બર 2016માં સરકાર દ્વારા કરાયેલી નોટબંધી બાદ જેમણે બેંકમાં રૂ.10 લાખથી વધુ જમા કરાવ્યા હતા તેમાંના 90 હજારથી વધુ લોકો આવકવેરા વિભાગના રડાર પર છે. આ લોકોએ 31 માર્ચ, 2018 સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું નથી. હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જોકે આવકવેરાનું રિટર્ન ફાઇલ ન કરનારા 3 લાખ લોકો સામે આવકવેરા વિભાગે નોટિસ ઇસ્યુ કરી હતી. આવકવેરા વિભાગના એક અધિકારીના હવાલાથી જાણવા મળ્યું છે કે ત્રણ લાખમાંથી 2.1 લાખ લોકોએ 31 માર્ચ, 2018 સુધીમાં આવકવેરાનું રિટર્ન ભરી દીધું છે, પરંતુ જે લોકોએ આજસુધીમાં ભર્યું નથી તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી થશે.

જેમણે આઇટીઆર ફાઇલ નથી કર્યું તેમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મોકલાશે. આ ઉપરાંત આ વિભાગ તેમની પાસેથી દંડ પણ વસૂલશે. આ દંડ કુલ કર જવાબદારીના 50 ટકા અથવા 200 ટકા સુધી હોઇ શકે છે.

આ ઉપરાંત જે લોકો વિલંબથી કરની ચુકવણી કરશે તેમણે એની પર વધારાનો ચાર્જ પણ ભરવો પડશે. એટલું જ નહીં, જેઓએ આવકવેરાનું રિટર્ન ફાઇલ નથી કરતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

અત્યારસુધીમાં ઓપરેશન ક્લીન મની હેઠળ આવકવેરા વિભાગે એવા 22.69 લાખ લોકોને શોધી કાઢ્યા છે, જેમની ટેક્સ-પ્રોફાઇલ નોટબંધી દરમિયાન તેમના તરફથી જમા કરાવાયેલી રકમ સાથે કોઈ મેળ ખાતો નથી. નોટબંધી બાદ આવા લોકોએ બેંક ખાતામાં રૂ. 5.27 લાખ કરોડ જમા કરાવ્યા હતા. જોકે આઇટી ડિપાર્ટમેન્ટ નોટબંધી દરમિયાન બેન્કોમાં જમા થયેલી અઘોષિત આવકની હજી સુધી તપાસ કરી રહી છે.
First published: June 13, 2018, 2:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading