ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - જલ્દી આખા દેશમાં લાગું કરીશું NRC

News18 Gujarati
Updated: September 18, 2019, 8:30 PM IST
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - જલ્દી આખા દેશમાં લાગું કરીશું NRC
ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું - જલ્દી આખા દેશમાં લાગું કરીશું NRC

અમિત શાહે સવાલ ઉઠાવ્યો હતો કે શું બીજો કોઈ દેશ છે જે પોતાના ત્યાં ગેરકાનૂની તરીકેથી વિદેશીઓને રહેવાની મંજૂરી આપી શકે છે?

  • Share this:
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બુધવારે કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન-એનઆરસી(National Register of Citizens-NRC)ને આખા દેશમાં લાગુ કરાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. શાહે સવાલ ઉઠાવ્યો હતો કે શું બીજો કોઈ દેશ છે જે પોતાના ત્યાં ગેરકાનૂની તરીકેથી વિદેશીઓને રહેવાની મંજૂરી આપી શકે છે.

એક હિન્દી અખબારના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે શું કોઈ ભારતીય અમેરિકા (America),બ્રિટન કે રશિયામાં ગેરકાયદેસર તરીકે જઈને રહી શકે છે? ના, આવામાં બીજા દેશના લોકો ભારતમાં કોઈ દસ્તાવેજો વગર કેવી રીતે રહી રહ્યા છે? જેથી મારું માનવું છે કે દેશમાં એનઆરસીને લાગુ કરવી જોઈએ.

અમિત શાહે આગળ કહ્યું હતું કે અમે એનઆરસી(NRC)ને અસમ પછી આખા દેશમાં લાગુ કરીશું. અમે જલ્દી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન બનાવીશું. જેમાં દેશમાં રહેનાર બધા નાગરિકોની એક યાદી હશે. આમ પણ આ એનઆરસી ફક્ત અસમ રજિસ્ટર ઓફ સિટિઝન નથી.

આ પણ વાંચો - પાકિસ્તાનને હવે EUમાંથી ફટકો, સાંસદોએ કહ્યું - ચંદ્ર પરથી નથી આવતા આતંકવાદીઓ

અસમમાં એનઆરસીની ફાઇનલ યાદીમાંથી બહાર થયેલા 19 લાખ લોકોના નિર્ણય પર ગૃહ મંત્રીએ કહ્યું હતું કે આ નિર્ણય સાચો થયો કે ખોટો તે ફોરેનર્સ ટ્રિબ્યુનલ (Foreigners Tribunal) નક્કી કરશે. કારણ કે જે લોકો બહાર રહી ગયા છે તેમના માટે એક તક છે કે તે ફોરેનર્સ ટ્રિબ્યુનલ સામે પોતાના પક્ષ રાખે. ગૃહમંત્રીએ કહ્યું છે કે અસમ સરકારે વ્યવસ્થા પણ કરી છે કે જેમની પાસે વકીલને આપવા માટે પૈસા નથી તેમને સરકાર પક્ષ રાખવા માટે વકીલ આપશે.

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરુઆતમાં અમિત શાહે દેશના નોર્થ-ઇસ્ટ રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં શાહે વાયદો કર્યો હતો કે સરકાર જલ્દી ફરીથી સિટીઝનશિપ અમેડમેંડ બિલ (Citizenship Amendment Bill-CAB) લાવનાર છે.
First published: September 18, 2019, 8:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading