વૃદ્ધ માતા-પિતાને તરફોડનારને થશે 6 મહિનાની જેલ

Sanjay Joshi | News18 Gujarati
Updated: May 13, 2018, 8:19 AM IST
વૃદ્ધ માતા-પિતાને તરફોડનારને થશે 6 મહિનાની જેલ

  • Share this:
વૃદ્ધ માતા-પિતાને તડછોડનાર દંપતી પર વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે, મોદી સરકાર હાલ પ્લાનિંગ કરી રહી છે કે વૃદ્ધ માતા-પિતાને છોડનારને ઓછામાં ઓછી 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવે. ઉલ્લેખનીય છે કે હાલ માતા-પિતાને તરછોડનારને ત્રણ મહિનાની જેલની સજાનો કાયદો અમલમાં છે. છ મહિનાની જેલની સજાનો પ્રસ્તાવ સરકાર રજૂ કર્યો છે, તેને મંજૂરી મળવાની બાકી છે.

મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ હાલ સિનિયર સિટીજન એક્ટ 2007માં ફેરફાર કરવાનું વિચારી રહી છે. તો સાથે તેઓ બાળકોને દત્તક લેવા મુદ્દે પણ નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. જેમાં આગળની પત્ની કે પતિના બાળકને દત્તક લેવું, માસા-માસીના બાળકોને એડોપ્ટ કરવું જેવી બાબતે સરકાર વિચારી રહી છે.

મંત્રાલયે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને કલ્યાણ કાયદો 2018નું પ્રપોસલ તૈયાર કર્યું છે, જો આ પ્રસ્તાવ પસાર થશે તો તેનો કાયદો બની જશે, જે 2007ના જૂના કાયદાની જગ્યા લેશે. કાયદામાં વાર્ષિક સંભાળ રાખવાની મહત્તમ સીમાને સમાપ્ત કરી દેવામાં આવી છે. જો બાળકો માતા-પિતાની સંભાળ કરવાની મનાઇ કરે છે તો તેઓ કાયદાકીય મદદ માગી શકે છે. અને કેસમાં બાળકોને છ મહિના સુધીની જેલની સજા ફટકારવામાં આવી શકે છે. જે હાલ 3 મહિનાની જ છે.
First published: May 12, 2018, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading