ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવશે 54 'કિલર ડ્રોન', સરકારે આપી મંજૂરી

News18 Gujarati
Updated: February 13, 2019, 7:41 AM IST
ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવશે 54 'કિલર ડ્રોન', સરકારે આપી મંજૂરી
ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવશે 54 ‘કિલર ડ્રોન’, સરકારે આપી મંજૂરી

આ કિલર ડોન દુશ્મનના હાઇ વેલ્યૂ મિલિટરી ટાર્ગેટને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરી શકે છે

  • Share this:
ભારતીય વાયુ સેનાની માનવરહિત યુદ્ધ ક્ષમતાને વધારે મજબૂત બનાવવા માટે રક્ષા મંત્રાલયે 54 ઇઝરાયલી HAROP ડ્રોન ખરીદવાની મંજૂરી આપી છે. આ કિલર ડોન દુશ્મનના હાઇ વેલ્યૂ મિલિટરી ટાર્ગેટને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરી શકે છે.

વાયુ સેના પાસે પહેલાથી આ ડ્રોનમાંથી લગભગ 110નું એક લિસ્ટ છે. જેને હવે પી-4ના રુપમાં બદલાવી દીધા છે. આ ડ્રોન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સરથી લેસ હોય છે. જે વિસ્ફોટ કર્યા પહેલા હાઇ વેલ્યુવાળા સૈનિક સ્થળો અને રડાર સ્ટેશનો પાસે દેખરેખ પણ કરી શકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના સુત્રોના મતે ગત સપ્તાહે એક હાઇ લેવલ મીટિંગમાં રક્ષા મંત્રાલયે આ 54 હુમલાવર ડ્રોનની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ વાયુ સેનાની ક્ષમતાઓને વધારે મજબુત કરશે. તેની ક્ષમતાઓનું પ્રદર્શન આગામી અભ્યાસ વાયુશક્તિ દરમિયાન જોવા મળી શકે છે. જ્યાં એક નકલી દુશ્મન રડારને ટાર્ગેટને નષ્ટ કરતા દેખાડાશે.

ભારત ઇઝરાયલ સાથે પ્રોજેક્ટ ચિત્તા ઉપર પણ વાતચીત કરી રહ્યું છે. જેમાં ત્રણેય સેનાઓના લગભગ ભધા ડ્રોનને ઉચ્ચ ગુણવત્તાથી લઈને કિલર ડ્રોનમાં બદલી દેવામાં આવશે. સેના સ્વદેશી લડાકુ ડ્રોનને વિકસિત કરવા ઉપર પણ કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ પુરો થયા પછી તેને ચીન અને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે.

 
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...