ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ કરવા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, ટેકાના ભાવમાં વધારો
ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ કરવા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, ટેકાના ભાવમાં વધારો
જો તમારી પાસે ખેતીની જમીન ના હોય અને તમે ખેતી કરીને ગુજરાન ચલાવવા ઇચ્છતા હોવ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI ની ખેતીને પ્રોત્સાહિત કરતી એક સ્કીમ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જે હેઠળ જો કોઇ ખેતી કરવા માંગે છે તો તેને 85 ટકા જેટલી લોન જમીન ખરીદવા માટે મળી શકે છે. આ લોન સરળ હપ્તા સાથે તમે ચૂકવી શકો છો.
2019ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ કરવા માટે મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આજે કેન્દ્રીય કેબિનેટે ખરીફ એટલે કે ચોમાસુ પાક માટે ખેત પેદાશોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. સરકારે 14 જેટલા ખેત ઉત્પાદનોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે.
ટેકાના ભાવ એટલે શું?
સરકાર જે તે ખેત પેદાશ માટે એક ચોક્કસ ભાવ જાહેર કરે છે. માર્કેટિંગ યાર્ડોમાં જ્યારે સરકારે જાહેર કરેલા ભાવથી ઓછા ભાવે ખેત પેદાશોનું વેચાણ થવા લાગે ત્યારે સરકાર ટેકાના ભાવથી વસ્તુઓની ખરીદી કરવાની શરૂઆત કરે છે. આવું કરવા પાછળનો ઉદેશ્ય ખેડૂતોને ખેત પેદાશોનું યોગ્ય વળતર મળી રહે તેવો છે.
ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદેશ્ય
દેશના વડાપ્રધાન મોદી અવાર નવાર પોતાની રેલીઓમાં ખેડૂતોની આવક બમણી કરવાની વતાનો ઉલ્લેખ કરતા રહે છે. સરકારે વર્ષ 2022 સુધી તમામ ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે.
બજેટમાં કરી હતી જાહેરાત
ખેડૂતોની આવક ડબલ કરવા માટે સરકારે કેન્દ્રીય બજેટ-2018માં અમુક જોગવાઈ કરી હતી. જેમાં એપીએમસી અને ખેડૂતો વચ્ચેની કડી ઉભી કરવા સરકારે 22,000 રૂરલ માર્ટ ઉભા કરવાની જાહેર કરી હતી. સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર ખેડૂતોના ઉત્પાદન ખર્ચથી 50 ટકા વધારે ભાવ મળી રહે તે માટે કાર્ય કરશે.
નામ
100 Kgનો ભાવ (રૂપિયા)
મણનો ભાવ (રૂપિયા)
સોયાબીન
3399
170
તલ
6429
321
સિંગદાણા
4890
245
તુવેર
1775
89
ડાંગર
1750
88
મગ
6976
349
અડદ
5600
280
બાજરી
1950
98
કપાસ
5150
257
મોદીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી
ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "મને ખુશી છે કે ખેડૂત ભાઈ-બહેનોને સરકારે ઉત્પાદન ખર્ચનું 1.5 ગણું વળતર આપવાનું જે વચન આપ્યું હતું તેને પૂરુ કરવામાં આવ્યું છે. ખેતપેદાશોની લઘુતમ કિંમતોમાં આ વખતે ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. તમામ ખેડૂત ભાઈ-બહેનોને અભિનંદન. ખેડૂતોના વિકાસ અને કલ્યાણ માટે જે જરૂરી છે તે તમામ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. અમે આ દિશામાં કામ કરતા આવ્યા છીએ અને જરૂરી તમામ પગલાં ભરીશું."
ખેડૂતો માટે સોનાનો દિવસઃ રૂપાણી
ટેકાના ભાવમાં વધારે અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "ખેડૂતો માટે આજે સોનાની દિવસ છે. મોદી જ્યારથી પીએમ બન્યા છે ત્યારથી કૃષિ ક્ષેત્રનું પ્રગતિ થઈ છે. છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. ખેડૂતોને તેમનો હક આપવાનો પ્રયાસ કરાયો છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર