દિલ્લી: પેન-આધારને લિંક કરવા માટે તમને 3-6થી મહિનાનો વધારાનો સમય મળી શકે છે. સુપ્રીમ કોર્ટ જો આધારના પક્ષમાં નિર્ણય સંભળાવશે તો સરકાર પેન કાર્ડને આધાર સાથે જોડવા માટે 3થી 6 મહિનાનો સમય આપી શકે છે. જે બાદ સંભાવના છે કે સરકાર આવા તમામ પાન કાર્ડર્સને રદ કરી શકે છે કે જે આધાર સાથે લિંક નહીં હોય. અધિકારીના જણાવ્યા અનુસાર આવા પેન કાર્ડસ રદ કરવાથી નકલી પેન કાર્ડ ખતમ થઈ જશે અને બેનામી લેણ-દેણને શૂન્ય કરી શકાશે.
આયકર વિભાગ દ્વારા જાહેર કરાયેલી પેન સંખ્યાને આધાર સાથે જોડવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી છે. સરકારે ઉચ્ચતમ ન્યાયલયને સંકેત આપ્યો છે કે તે સમયની સીમાને 31 માર્ચ 2018 સુધી લંબાવી શકે છે.
The Union of India told the Supreme Court three-judge bench that the dates for linking Aadhaar card to bank account, mobile and many other services will likely be extended to 31st March, 2018. pic.twitter.com/vZsj4W2e7J
— ANI (@ANI) December 7, 2017
અધિકારીના જણાવ્યા અનુસાર જો ઉચ્ચ અદાલત સરકારના નિર્ણયને જાળવી રાખે છે તો આ તમામ કાર્ડસ જોડવા માટે 3થી 6 મહિનાનો સમય મળી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Adhaar card, Pan card