કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતા રામ મંદિર પર કાયદો બનાવી શકે છે સરકાર: જસ્ટિસ ચેલમેશ્વર

News18 Gujarati
Updated: November 3, 2018, 8:20 AM IST
કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતા રામ મંદિર પર કાયદો બનાવી શકે છે સરકાર: જસ્ટિસ ચેલમેશ્વર
જસ્ટિસ ચેલમેશ્વર, ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ જસ્તી ચેલમેશ્વરે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે એક કાયદો બનાવવાની માંગ સંઘ પરિવારમાં વધતી જઇ રહી છે

  • Share this:
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ જસ્તી ચેલમેશ્વરે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે એક કાયદો બનાવવાની માંગ સંઘ પરિવારમાં વધતી જઇ રહી છે

સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ જસ્તી ચેલમેશ્વરે શુક્રવારે મુંબઇમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સરકાર રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. તેમણે કહ્યું કે, એક લો પાસ કરી કોર્ટનાં નિર્ણયમાં અવરોધ ઉભા કરવાનાં ઉદાહરણ પહેલાં પણ છે.

જસ્ટિસ ચેલમેશ્વરની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે એક કાયદો બનાવવાની માંગ સંઘ પરિવારમાં વધી રહી છે.

કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલા સંગઠન ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ (AIPC) તરફથી આયોજિત એક પરિચર્ચા સત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે આ ટિપ્પણી કરી. જ્યારે ચેલમેશ્વરને પુછવામાં આવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ રહેવા દરમિયાન શું સંસદ રામ મંદિર માટે કાયદો પારિત કરી શકે છે. તેનાં પર તેમણે કહ્યું કે, આમ બની શકે છે.

આ પણ વાંચો-
-આ છે દુનિયાનો સૌથી લાંબો પોલીસમેન, વજન છે 190 કિલો-રેપના આરોપ પર બોલ્યા એમ.જે.અકબર, પત્રકાર સાથે સહમતિથી રહ્યા હતા સંબંધ

તેમણે વધુ પ્રકાશ પાડતા કહ્યું કે, આ એક ઘટના છે કે કાયદાકીય રીતે તે થઇ શકે છે (કે નહીં), બીજુ તેમ થશે કે આમ બનશે (કે નહીં) મને કેટલાંક કિસ્સામાં માલૂમ થયુ છે કે, જે પહેલાં બની ચુક્યુ છે, જેમાં એક લો પાસ કરીને સુપ્રીમ કોર્ટનાં નિર્ણયમાં અવરોધ ઉભા કરવામાં આવ્યા હતાં.'

ચેલમેશ્વરે કાવેરી જલ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો આદેશ પલટવા માટે કર્ણાટક વિધાનસભા દ્વારા એક કાયદો પારિત કરવાનું ઉદાહરણ આપ્યુ હતું. તેમણે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાની વચ્ચે જલ વિવાદથી જોડાયેલી એવી જ એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશે આવી બાબતો અંગે પહેલેથી જ સ્પષ્ટ વલણ અપનાવવું જોઇએ. યહ (રામ મંદિર પર કાયદો) સંભવ છે. કારણ કે આપણે તેને તે સમયે રોક્યો ન હતો.'

આ પણ વાંચો-
-રાફેલ પર રાહુલનો ફરી હુમલો, 'નુકસાન કરતી કંપનીને કેમ આપ્યાં કરોડો રૂપિયા?'
-દ્રષ્ટિ છોડી રહી છે 'સિલસિલા' શો, શું દર્શકોની ગાળો બની સિરીયલ છોડવાનું કારણ?

આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ ચેલમેશ્વર સુપ્રીમ કોર્ટનાં તે ચાર વરિષ્ઠ ન્યાયાધીશોમાં શામિલ હતાં. જેમણે સંવાદદાતા સમ્મેલન કરી તત્કાલીન પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રાનાં કામકાજ પર સવાલ ઉઠાવશો.
Published by: Margi Pandya
First published: November 3, 2018, 8:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading