Home /News /india /

BJPને ઝટકો: ગોરખા જનમુક્તિ મોર્ચા લોકસભા ચૂંટણીમાં ભાજપને ટેકો નહીં આપે

BJPને ઝટકો: ગોરખા જનમુક્તિ મોર્ચા લોકસભા ચૂંટણીમાં ભાજપને ટેકો નહીં આપે

પ્રતિકાત્મક તસવીર

લોકસભા ચૂંટણીની હવે ઘડીઓ ગણાઇ રહી છે તેવા સમયે ભારતીય જનતા પાર્ટીને એક ઝટકો લાગ્યો છે.

  નવી દિલ્હી: ગોરખા જનમુક્તિ મોર્ચાએ જાહેર કહ્યુ છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને તેઓ ટેકો આપશે નહી. ગોરખા જનમુક્તિ મોર્ચાનાં પ્રમુખ બિનય તમંગે આ જાહેરાત કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી પાર્ટી તેની ચૂંટણી રણનીતિ જાહેર કરશે”

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગોરખા જનમુક્તિ મોર્ચા છેલ્લા ઘણા વર્ષોની માંગણી કરી રહ્યુ છે કે, પશ્ચિમ બંગાળમાંથી અલગ રાજ્ય (ગોરખાલેન્ડ) બનાવવામાં આવે અને આ માંગણી દિવસે અને દિવસે બળવત્તર બની રહી છે. 2017નાં નવેમ્બર મહિનામાં, ગોરખા જનમુક્તિ મોર્ચાની જનરલ સમિતિએ તે સમયનાં પાર્ટીનાં પ્રમુખ બિમલ ગુરુંગને સસ્પેન્ડ કર્યા હતા અને નવા પાર્ટી પ્રમુખ તરીકે બિનય તમંગની નિમણૂંક કરી હતી.

  મહત્વની વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ, ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ અમિત શાહે મુંબઇમાં એવી જાહેરાત કરી હતી કે, આગમી લોકસભા ચૂંટણીમાં ભાજપ બંગાળમાં 42 બેઠકોમાંથી 23 સીટો જીતવા માંગે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને બંગાળમાં માત્ર બે બેઠકો જ મળી હતી. જો કે, અમિત શાહનાં આ નિવેદન પછી, ત્રિનમૂલ કોંગ્રેસનાં નેતા ડેરેક ઓ બ્રિયને કહ્યું હતું કે, ભાજપે 23 બેઠકો જીતવાનાં સપના છોડીને એટલુ ધ્યાન રાખવુ જોઇએ કે, જે બે બેઠકો તેણે જીતેલી છે તેને કેવી રીતે જાળવી રાખવી”.
  First published:

  Tags: Bengal, Elections, Gorkhaland, Lok sabha polls

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन