સીએમ યોગી સામે નમસ્તક થયો પોલીસ અધિકારી, ફોટો વાયરલ

 • Share this:
  ગુરુ પૂર્ણિમાંના દિવસે ગોરખપુર મંદિરમાં પોતાના શિષ્યોને આર્શીવાદ આપવા પહોંચેલા મુખ્યમંત્રી અને ગોરક્ષપીઠના પીઠાધીશ્વર યોગી આદિત્યનાથના ચરણોમાં એક ખાખી વર્દીવાળા પોલીસ અધિકારીએ પણ માથું નમાવ્યું હતું. ડિપ્ટી એસપી રેન્કના અધિકારી પ્રવિણ કુમાર સિંહ લોકોમાં તેજ-તર્રાર પોલીસ અધિકારીના રૂપમાં ઓળખાય છે. હવે તેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલ પ્રવિણ દ્વારા સીએમ યોગીને ગુરુ બનાવવાની વાત ચર્ચામાં છે. જોકે આ મામલે હજુ ગોરખનાથ સર્કલના સીઓ પ્રવિણ કુમાર સિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

  આ પ્રસંગે પ્રવિણ સિંહે સીએમ યોગીને તિલક લગાવ્યું હતું. તો યોગીએ પણ પ્રવિણને તિલક લગાવી આર્શીવાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુરુ પૂર્ણિમાંના દિવસે જ્યારે યોગી શિષ્યોને આર્શીવાદ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોરખનાથ સીઓ પ્રવિણ કુમાર સિંહ પણ તેમની સામે આર્શીવાદ માટે બેસી ગયા હતા. તેમણે સીએમ યોગીને તિલક લગાવ્યું હતું અને ગુરુ માન્યા હતા.  2015 બેન્ચના પીસીએસ અધિકારી પ્રવિણ સિંહ મૂળ રુપે જોનપુર જિલ્લાના મડીઆહું ના રહેવાસી છે. મામલો ચર્ચામાં આવ્યા પછી તેમણે ફેસબુકથી પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. જોકે વર્દીમા અધિકારી મુખ્યમંત્રી સાને નમસ્તક થતા ચર્ચા યથાવત્ છે.
  Published by:Ashish Goyal
  First published: