બિહારઃ ગોપાલગંજમાં ખાંડની મીલમાં બોઈલર ફાટવાથી 4 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેથી તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઘાયલ લોકોની હાલત નાજુક હોવાનું સામે આવ્યુ છે.
મૃતકોમાં કુચિયાકુટના ખજુરી નિવાસી અર્જુન કુમાર કુશવાહા, વાણી નિવાસી કુપા યાદવ અને યુપીના નિવાસી શમસૂદ્દીન છે. મોહમ્મદ શમસૂદ્દીન છેલ્લા 40 વર્ષથી અહીં કામ કરતાં હતા.
#Visuals from boiler blast site at Sasa Musa sugar mill in Bihar's Gopalganj; three laborers killed, many others injured. pic.twitter.com/RRUKvPpPme
ઘટના અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય રાત્રિ દરમિયાન લગભગ સાડા બાર વાગ્યે ખાંડની મિલમાં બોયલર ટેંક ઓવર હીટ થવાના કારણે ફાટ્યું હતું. જેથી આજુબાજૂના મશીનોને અસર થઈ હતી. જેના લીધી આ મોટી દુર્ઘટના સર્જાય છે.
મૃતક અર્જુન કુમાર કુશવાહાના ભાઈ અરૂણ કુમારે જણાવ્યું હતું કે અહીં એક અઠવાડિયા પહેલા જ આ જગ્યા પર બોયલર પાઈપ ફાટ્યો હતો. જેને સ્થાનિક લોકોની મદદથી રિપેર કરવામાં આવ્યો હતો. મીલના કર્મચારીઓ ઘણી વખત જુના મશીનોને બદલવાની અને કાર્યસ્થળ પર એન્જીનીયર તૈનાત કરવાની માગ કરતા હતા. પરંતુ મીલ માલિકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.જેને લઈને આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.
મૃતક કૃપા યાદવના પુત્ર અનિલ કુમાર યાદવના જણાવ્યા અનુસાર 7 દિવસ પહેલા અહીં આ જ ઘટના બની હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતાં. તેમ છતાં આ મશીન બદલવામાં આવ્યું ન હતું.
પ્રત્યક્ષદર્શિયોના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા 9 આસપાસ છે. પરંતુ અધિકારીઓ દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. બોયલરમાંથી હજુ પણ ગરમ પાણી નીકળી રહ્યું છે. જેના લીધે ઘટનાસ્થળની બીજી બાજુ જવુ મુશ્કેલ થઈ રહ્યું છે. જેથી મોતના આંકડા સામે આવ્યા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર