મધ્યમ વર્ગ માટે સારા સમાચાર! રોકાણ પર કરમુકિતની મર્યાદા વધશે!

મધ્યમ વર્ગ માટે સારા સમાચાર! ઇન્વેસ્ટમેન્ટ પર કરમુકિતની મર્યાદા વધશે!

  • Share this:
2018ના બજેટમાં સરકાર મધ્યમ વર્ગ માટે, ખાસ કરીને નોકરી કરતા લોકો માટે મોટી રાહત આપવા જઈ રહી છે. નાણાપ્રધાન અરુણ જેટલી આવકવેરા કલમ 80C હેઠળ આ વખતે રોકાણ આધારિત રકમમાં વધારો કરી શકે છે. સરકાર સંબંધિત રોકાણની મર્યાદા રૂ 1.5 લાખથી વધારી રૂ. 2 લાખ સુધી કરી શકે છે. આમ કરવાથી રૂ. બે લાખ સુધીનું રોકાણ કરમુક્ત થશે અને લોકો વિવિધ નાની યોજનાઓમાં વધુ રોકાણ કરવા પ્રેરિત થશે. અગર જો તમારી વાર્ષિક આવક રૂ.10 લાખ હોય તો ટેક્સની ગણતરી રૂ.8 લાખ પર જ થશે, જો તમે રૂ.2 લાખનું રોકાણ હોય તો...

આ યોજનાઓમાં કરેલું રોકાણ કરમુક્ત રહેશે

આવકવેરા અધિનિયમની કલમ 80c હેઠળ પ્રોવિડન્ટ ફંડ (PF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSC), 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ, હોમ લોનની પ્રિન્સિપલ રકમ, બે બાળકોની શાળા ફી, PPF, સ્પેશિયલ મ્યુચ્યુઅલ ફંડ, લાઇફ ઇન્શ્યોરન્સ અને
આરોગ્ય વીમામાં રોકાણો કરમુક્ત છે.

આનાથી શું ફાયદા થશે?

સરકારનો હેતુ ઘટી રહેલી બચતને વધારવાનો છે. બચતો વધવાથી સરકાર પાસે ઇન્ફ્રાથી લઈ વિવિધ પ્રકારના કલ્યાણ અને આર્થિક કાર્યક્રમો માટે વધુ નાણાં રહેશે, જે આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે અને વધુ રોજગારીની તકો ઊભી કરશે.

2014માં રોકાણની લિમિટ વધી

અરુણ જેટલીએ જુલાઈ 2014માં રજૂ કરેલા પહેલા બજેટમાં 80C હેઠળ વાર્ષિક રોકાણની મર્યાદા રૂ.1 લાખથી વધારી રૂ. 1.5 લાખ કરી હતી.

બેંકો-નાણાકીય સંસ્થાઓએ રોકાણની લિમિટ વધારવાની ભલામણ કરી છે

તાજેતરના બજેટ પૂર્વ યોજાયેલી સભામાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓના ટોચના અધિકારીઓએ 80C હેઠળ વાર્ષિક રોકાણની મર્યાદા વધારી રૂ .2 લાખની કરવાની ભલામણ કરી છે, જેથી સ્થાનિક રોકાણને પ્રોત્સાહન મળે, જેનાથી અર્થતંત્રમાં વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળે.

વર્તમાન બચત શું છે?
2015-16માં દેશની કુલ સ્થાનિક બચત 33.3% હતી. હાઉસિંગ સેક્ટરમાં બચત આ વર્ષે ફક્ત 19.2 ટકા જ હતી.
First published: