'ગોલ્ડન બાબા' ફરીથી આવ્યાં કાવડયાત્રામાં, આ વખતે પહેર્યું 6 કરોડનું સોનું

આ વખતે 20 કિલો ગોલ્ડ પહેરીને બધાનું આકર્ષણ ખેંચી રહ્યાં છે (Image:ANI)

'હું થોડા ગ્રામ જ સોનું પહેરતો હતો પરંતુ ભોલેનાથની કૃપાથી હવે હું કિલોમાં સોનું પહેરૂં છું. આ ઘણું ભારે છે, આને કોઇપણ પહેરી ન શકે.'

 • Share this:
  ઉત્તરાખંડના હરિદ્વારમાં ગોલ્ડન બાબા ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓ આ વખતે 20 કિલો સોનું પહેરીને બધાનું આકર્ષણ ખેંચી રહ્યાં છે. તેઓ દર વખતે હરિદ્વારમાં થતી કાવડયાત્રામાં આવે છે અને તે શ્રદ્ધાળુઓમાં લોકપ્રિય છે. આ ગોલ્ડન બાબા 56 વર્ષના છે અને એવું લાગે છે જાણે તેમને લોકોનું ધ્યાન ખેંચવાનું ગમે છે.

  માનવામાં આવે છે કે આ વ્યક્તિ બાબા બન્યાં તે પહેલા દિલ્હીમાં વેપારી હતી. તેમનો ક્રિમિનલ રેકોર્ડ પણ છે જેમાં તેઓ બિટ્ટુ લાઇટ બાઝ તરીકે ઓળખાતા. તેમની પર આરોપ છે કે કોઇપણ પોલીસ એક્શનથી દૂર ભાગવા માટે તે બાબા બની ગયા છે.

  બાબનો ક્રિમિનલ રેકોર્ડ પણ છે જેમાં તેઓ બિટ્ટુ લાઇટ બાઝ તરીકે ઓળખાતા (Image:ANI)


  કાવડયાત્રા દરમિયાન ગોલ્ડન બાબાને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવે છે. બાબાએ પહેરેલા સોના અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'આ વખતે વધુ 4 કિલો સોનું પહેર્યું છે, જેની બજાર કિંમત આશરે 6 કરોડ છે. મારી પાસે જે કાવડ એટલે કે માટલી છે તેની પર પણ સોનાનું પાણી ચઢાવવામાં આવ્યું છે. એવો પણ સમય હતો કે જ્યારે હું થોડા ગ્રામ જ સોનું પહેરતો હતો પરંતુ ભોલેનાથની કૃપાથી હવે હું કિલોમાં સોનું પહેરૂં છું. આ ઘણું ભારે છે, આને કોઇપણ પહેરી ન શકે.'

  આ વખતે વધુ 4 કિલો સોનું પહેર્યું છે (Image:ANI)


  બાબાએ આગળ જણાવતા કહ્યું કે, 'આ કાવડયાત્રામાં મેં 1.25 કરોડ ખર્ચ્યા છે. મારી સાથે 250થી 300 જાત્રાળુઓ છે તેમના જમવા, રહેવા, સારવારનો બધો ખર્ચ મેં કર્યો છે. '
  Published by:Kaushal Pancholi
  First published: