Home /News /india /

સોનું દોઢ વર્ષની ઊંચાઈએ, 2018માં 1500 ડૉલરની સપાટીએ પહોંચશેઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

સોનું દોઢ વર્ષની ઊંચાઈએ, 2018માં 1500 ડૉલરની સપાટીએ પહોંચશેઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

સોનું ઊછળીને દોઢ વર્ષની ઊંચાઈએ, 2018માં 1500 ડૉલરની સપાટીએ પહોંચશેઃ WGC.

    વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આગાહી કરી છે કે સોનું 2018માં 1500 ડોલરની સપાટીએ પહોંચશે. આ આગાહી પ્રમાણે જો સોનાના ભાવ ચાલુ વર્ષે 1500૦ ડોલરની સપાટી વટાવે તો ભારતમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ.33,900થી 34,300 સુધી જઈ શકે છે. અત્યારે સોનાનો 10 ગ્રામદીઠ રૂ.30,600ની આસપાસ ચાલી રહ્યો છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીની ડોલરની નબળાઈને થયેલી કમેન્ટની અસરે બુધવારે રાત્રે સોનામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, એની અસરને કારણે છેલ્લા કેટલાક દિવસથી 4 મહિનાની ઊંચાઈએ અથડાતું સોનું અચાનક વધીને દોઢ વર્ષની ઊંચાઈએ પહોંચી ગયું હતું. અમેરિકાના નબળા ઇકોનોમિક ડેટાએ ડોલરને વધુ ગગડાવ્યો

    ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યાના ખૂબ જ0 ઓછા દિવસોમાં ટ્રેઝરી સેક્રેટરીએ ટિપ્પણી કરી હતી કે અમેરિકાના ટ્રેડ-બેનિફિટ માટે ડોલર નબળો રહે એવી પોલિસી અમે બનાવીશું. એક વર્ષ પછી દાઓસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ટ્રેઝરી સેક્રેટરીએ ફરી ડોલરની નબળાઈને ફાયદાકારક ગણાવતાં ડોલર વધુ નબળો પડતાં વર્લ્ડના ટ્રેડરો દ્વારા ડોલરનું વેચાણ કરવામાં આવ્યું હતું, આને કારણે સોનામાં નવેસરથી લેવાલી નીકળી હતી અને ભાવ દોઢ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી દ્વારા નવી કમેન્ટ એવી કરાઈ હતી કે અમેરિકા ટ્રેડવોર નથી ઇચ્છતું, પણ અમેરિકાનો ફાયદો એ પહેલી પ્રાથમિકતા રહેશે. ડોનલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મીટિંગ શરૂ થાય એ પહેલાં ચીન અને અન્ય દેશોથી આયાત થતી ચીજ-વસ્તુઓ પર નિયંત્રણો લાદી દીધા બાદ અમેરિકા ટ્રેડવોર તરફ જઈ રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ ચર્ચાનો વિવાદ આગળ ન વધે એ માટે અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી દ્વારા નવી ટિપ્પણી કરવામાં આવી હતી. આવતા સપ્તાહે ફેડની મીટિંગ અને માર્ચમાં અમેરિકન વ્યાજદર વધારવાના સમાચારની અસર સોનાના ભાવ પર કેવી પડે છે એ જોવું વધુ રસપ્રદ રહેશે. જો ફેડની મીટિંગની અસર સોનામાં રિએક્શન જોવા ન મળે તો સોનું વધુ ઝડપથી ઊંચું જઈ શકે છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Business, ગોલ્ડ, ડોલર

    આગામી સમાચાર