Home /News /india /ગોવા કોંગ્રેસ કાર્યકરને બીજેપી નેતાના સમર્થકોએ આપી ગેંગરેપની ધમકી

ગોવા કોંગ્રેસ કાર્યકરને બીજેપી નેતાના સમર્થકોએ આપી ગેંગરેપની ધમકી

દીયા શેતકર

શેતકરે વધુમાં કહ્યું કે, તેણીને શિરોડકરના મતવિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.

    પણજીઃ ગોવા કોંગ્રેસની એક મહિલા કાર્યક્રરે રવિવારે આક્ષેપ લગાવ્યો છે કે બીજેપી નેતા સુભાષ શિરોડકરના સમર્થકોએ તેણીને ગેંગરેપની ધમકી આપી છે. સમર્થકોએ ચીમકી આપતા કહ્યું હતું કે જો તે તેની સામે પ્રચાર કરશે તો તેના પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવશે.

    કોંગ્રેસની કાર્યકર દીયા શેતકરે આ મામલે દાખલ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેણીના મોબાઇલ પર રવિવારે સવારે એક ફોન આવ્યો હતો. દીયાએ દાવો કર્યો છે કે આ ફોન શિરોડકરના સમર્થકોએ કર્યો હતો. ફોનમાં અજાણ્યા વ્યક્તિએ તેની સાથે ગંદી ભાષામાં વાત કરી હતી અને તેણીને સામુહિક દુષ્કર્મ ગુજારવાની ધમકી આપી હતી. દીયા શેતકર ગોવા પ્રદેશ મહિલા કોંગ્રેસની સેક્રેટરી તરીકે કાર્યરત છે.

    શેતકરે વધુમાં કહ્યું કે, તેણીને શિરોડકરના મતવિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા દીયાએ જણાવ્યું કે, "એક મહિલાને પરેશાન કરવા માટે શિરોડકરના સમર્થકોએ કાયદો તેમજ માન મર્યાદા ભૂલીને સામુહિક દુષ્કર્મ કરવાની ધમકી આપી છે."

    ફરિયાદ દાખલ કરતાની સાથે સાથે દીયાએ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવાની પોલીસને વિનંતી કરી છે. આ મામલે પોલીસ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી છે.

    નોંધનીય છે કે શિરોડકર ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. શિરોડકર ગોવાની સિરોડા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા.

    પોલીસમાં ફરિયાદ દાખલ કરાવનાર દીયા શેતકર એક વકીલ છે. આઈએએનએસ સાથે વાતચીતમાં શેતકરે કહ્યું કે, આ પહેલા તેઓ શિરોડકર સામે ચૂંટણી પ્રચાર કરી ચુકી છે. આ અંગે શિરોડકર તરફથી કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gangrape, કોંગ્રેસ, ગોવા, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन