Home /News /india /દારૂ પીતી, પબમાં જતી છોકરીઓને માર મારવો યોગ્ય: VHP નેતા

દારૂ પીતી, પબમાં જતી છોકરીઓને માર મારવો યોગ્ય: VHP નેતા

    કર્ણાટક ચૂંટણી નજીક છે, બીજેપી અને કોંગ્રેસ બંન્ને આ ચૂંટણીમાં પ્રચાર માટે મહેનત કરી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં એક નવું નામ બીજેપી માટે પ્રચાર કરી રહેલા વિશ્વ હિંદૂ પરિષદના નેતાનું નામ પણ જોડાઇ ગયું છે. વિશ્વ હિંદૂ પરિષદના નેતા શરન પંપવેલે ક્વિંટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે જો દારૂ પીનારી અને પબમાં જતી છોકરીઓને મોરલ પોલીસ મારે છે તેમાં કાંઇ જ ખોટું નથી કરતી.

    તેમણે કહ્યું કે 'કર્ણાટકમાં હિંદૂ જીતવા જોઇએ. એટસે અમે (વિશ્વ હિંદૂ પરિષદ) અને બજરંગ દળ બીજેપી માટે પ્રચાર કરી રહી છે. મોરલ પોલીસિંગ પર જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો જાગૃત કરવા માટે કે સમજાવવા માટે આવું કરવામાં આવે તો સારા માટે કર્યું કહેવાય. તેમાં કાંઇ ખોટું નથી.'

    શરણે આગળ જણાવતાં કહ્યું કે, મારી સામે એક છોકરી, નવમાં-દસમાં ભણતી છોકરી પબમાં જઇને ડાન્સ કરે છે. ત્યાં ડ્રગ્સ લે છે, ત્યાં સેક્સ માફિયા હોય છે. તો શું તેને જોઇને અમે ચૂપ બેસી રહીએ. અમારૂં ગામ સાંસ્કૃતિક છે. જો કોઇ યુવા તેને રોકી રહ્યાં છે તો શું ખોટું કરી રહ્યાં છે.

    દારૂ અને યુવા જોડોની સાથે મેંગલોરમાં થયેલી મારપીટ પર બોલતા તેમણે કહ્યું કે , 'ટીવીમાં વિજ્ઞાપન આવે છે દારૂ પીવાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. તે જાગૃત કરી રહ્યું છે. અમે પણ એક પ્રયત્ન કરી રહ્યાં છે. મોરલ પુલિસિંગનો અર્થ બજરંગ દળ નથી. કોઇ જાગૃત કરવા માટે મારે છે તો સારું કરી રહ્યાં છે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bajrang dal, VHP

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन