Home /News /india /યુવતીને 'આઈ લવ મુસ્લિમ'નો વ્હોટ્સ અપમાં મેસેજના કારણે કરવો પડ્યો આપઘાત

યુવતીને 'આઈ લવ મુસ્લિમ'નો વ્હોટ્સ અપમાં મેસેજના કારણે કરવો પડ્યો આપઘાત

બેંગલુરુમાં 20 વર્ષની એક યુવતીએ આપઘાત કર્યો છે. આપઘાત પહેલા તેનો એક વ્હોટ્સઅપ મેસેજ મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે, 'આઈ લવ મુસ્લિમ'. આ મેસેજના વાઈરલ થયા પછી તેણે આવું પગલું ભર્યું હતું. આ મામલામાં પોલીસે બીજેપીના યુવા વિંગના નેતાની ધરપકડ કરી છે અને ચાર અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે.

બીકોમની સ્ટુડન્ટ ધન્યાશ્રીએ શનિવારે પોતાના રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના ચિકમંગ્લૂર પાસે મુદીગીર શહેરમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે તે પોતાના મિત્ર સંતોષની સાથે ચેટ કરી રહી હતી. વાતચીતમાં બંન્ને વચ્ચે ધર્મ અને જાતિ વચ્ચે મતભેદ થવા લાગ્યો. સંતોષ દ્વારા પુછાયેલ એક સવાલમાં તેણે જવાબમાં લખ્યું કે, 'હું મુસ્લિમોને પ્રેમ કરૂં છું.'

જે મામલામાં સંતોષે મુસ્લિમો સાથે કોઈપણ સંબંધ રાખવા પર ચેતવણી આપી છે. એટલું જ નહીં તેણે આ વાતચીતનો સ્ક્રીન શોટ લઈને બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના સભ્યોની સાથે પણ શેર કર્યો. જેના પછી આ મેસેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. એસપી એમ અન્નામલાઈએ જણાવ્યું કે કેટલાક યુવા વિંગના નેતા જેમા બીજેપી યૂથ વિંગ (ભારતીય જનતા યુવા મોર્ચો)નો અનિલરાજ પણ સામેલ હતો. ધન્યાશ્રીના ઘરે ગયા અને તેણે અને તેની માતાને ધમકાવ્યા. બીજા જ દિવસે ધન્યાશ્રીએ આપઘાત કરી લીધો.



ધન્યાશ્રીના મૃતદેહ પાસેથી પોલીસને એક નોટ પણ મળી. તે નોટમાં તેણે લખ્યુ હતું કે આ ઘટનાએ તેનું જીવન અને ભણવાનું બગાડી દીધું હતું. પોલીસે અનિલરાજની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત પોલીસ આના મુખ્ય આરોપી સંતોષ અને અન્ય ત્રણની શોધખોળ કરી રહી છે.
First published:

Tags: Bengaluru, આત્મહત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन