રાહુલ પર ગિરિરાજ સિંહનો વળતો પ્રહાર, કહ્યું - ઉધારની ગાંધી સરનેમથી કોઈ દેશભક્ત થતું નથી

News18 Gujarati
Updated: December 14, 2019, 4:13 PM IST
રાહુલ પર ગિરિરાજ સિંહનો વળતો પ્રહાર, કહ્યું - ઉધારની ગાંધી સરનેમથી કોઈ દેશભક્ત થતું નથી
ગિરિરાજ સિંહ

રાહુલે કહ્યું હતું કે મારું નામ રાહુવ સાવરકર નહીં રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી માંગીશ નહીં

  • Share this:
પટના : દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓને લઈને ‘રૅપ ઇન ઇન્ડિયા’વાળા નિવેદન પર થયેલા વિવાદ વચ્ચે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આ મામલામાં સાવરકર (Savarkar )નો ઉલ્લેખ કરતા બીજેપી ઉપર પ્રહાર કર્યો હતો. દિલ્હીના રામ લીલા મેદાન(Ram leela Maidan)માં ભારત બચાવો રેલીને સંબોધિત કરતા રાહુલે કહ્યું હતું કે મારું નામ રાહુવ સાવરકર નહીં રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી માંગીશ નહીં. તેના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગિરિરાજ સિંહે (Giriraj Singh)વળતો પ્રહાર કર્યો છે.

ગિરિરાજ સિંહે પોતાના આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે વીર સાવરકર તો સાચા દેશભક્ત હતા. ઉધારની સરનેમ લઈને કોઈ ગાંધી થતા નથી. કોઈ દેશભક્ત બનતા નથી. દેશભક્ત થવા માટે નસોમાં શુદ્ધ હિન્દુસ્તાની લોહી જોઈએ. વેષ બદલીને ઘણાએ હિન્દુસ્તાનને લુટ્યા છે, હવે આ થશે નહીં.

આ પણ વાંચો - કૉંગ્રેસની 'ભારત બચાઓ રેલી'માં રાહુલ બોલ્યા, -'મારું નામ રાહુલ સાવરકર નથી, હું માફી નહીં માંગું'
ગિરિરાજ સિંહે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની તસવીર શેર કરતા સવાલ પુછ્યો હતો કે આ ત્રણેય કોણ છે?? શું આ ત્રણેય દેશના સામાન્ય નાગરિક છે?? ઉલ્લેખનીય છે કે ગિરિરાજ સિંહ આખા ગાંધી પરિવારને વિદેશી ગણાવવાના મુદ્દાને હવા આપવાનો પ્રયત્ન કર્યો છે.

આ જ રીતે બિહાર બીજેપીના અધ્યક્ષ સંજય જાયસવાલે શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે 2000 વર્ષ પહેલા ચાણક્યએ કહ્યું હતું કે ક્યારેય વિદેશી માતાથી ઉત્પન થયેલ સંતાન રાષ્ટ્રભક્ત હોઈ શકે નહીં. તેનું ઉદાહરણ અમે જોઈ રહ્યા છીએ. જે રીતે તેમણે આ દેશને શરમજનક કર્યો છે તેના માટે જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે. પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા છે અને તેમનો પુત્ર આ પ્રકારની વાત કરે છે. આ ચાણક્યએ 2000 વર્ષ પહેલા કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે ભાજપાના ઘણા નેતા સોનિયા ગાંધીના વિદેશી મૂળના હોવા પર પ્રહાર કરે છે. ઘણી વખત ઇટાલીનું નામ લઈને રાહુલ ગાંધીને પણ ઘેરવામાં આવે છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर