ઘરડા માતા-પિતાને ઘરમાંથી કાઢતો હતો પુત્ર, Video થયો Viral

ઘરડા માતા-પિતાને ઘરમાંથી કાઢતો હતો પુત્ર, Video થયો Viral

ગાજિયાબાદના જિલ્લા અધિકારી રિતુ માહેશ્વરીએ આ ઘટના પર તરત નોંધ લીધી હતી અને પોલીસને તરત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો

 • Share this:
  ગાજિયાબાદના લોની ક્ષેત્રમાં રહેનાર 68 વર્ષના ઘરડા માતા-પિતાને તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરની બહાર કાઢી મુકતા હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘરડા પિતાએ વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરીને આખી કહાની કહી છે. ઘરડા પિતાના મતે હું આર્થરાઇટિસનો મરીઝ છું અને 68 વર્ષીય પત્નીનું ઘૂંટણ પ્રત્યારોપિત થઈ ચૂક્યું છે.

  ઘરડા માતા-પિતાનો આરોપ છે કે પુત્ર અને તેની પત્ની અમને અમારા જ ઘરમાંથી બળજબરીથી બહાર કરવા માંગે છે. ઘરડા દંપતિએ ગાજિયાબાદના ડીએમ પાસે મદદ માંગી છે. ગાજિયાબાદના જિલ્લા અધિકારી રિતુ માહેશ્વરીએ આ ઘટના પર તરત નોંધ લીધી હતી અને પોલીસને તરત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસે ઘરડા માતા-પિતા અને પુત્ર સાથે સમજુતી કરાવી દીધી છે.  ઘરડા દંપતિએ વીડિયોમાં કહ્યું હતું કે અમે અમારા પૈસાથી બનાવેલા મકાનમાં રહીએ છીએ. અમારું મકાન એમએમ-63, ડીએલએફ, અંકુર વિહારમાં છે. અમારો એક પુત્ર પણ છે. અમારો પુત્ર અને પત્ની અમારી ઉપર દબાણ કરી રહ્યા છે કે તમે મકાન ખાલી કરીને અહીંથી ચાલ્યા જાવ. અમે જીવીએ કે મરીએ પુત્ર અને તેની પત્ની સાથે કોઈ સંબંધ નથી. વીડિયોમાં સતત રડી રહ્યા છે.  આ પછી ડીએમે કાર્યવાહીનો આદેશ આપતા પોલીસની હાજરીમાં ઘરડા દંપતિના પુત્રએ 10 દિવસમાં પરિવાર અને સામાન સહિત પોતાના પિતાનું મકાન ખાલી કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: