નોઇડાના બહુચર્ચિત નિઠારી કાંડના નવમા મામલામાં ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે શુક્રવારે મોનિન્દરસિંહ અને સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સીબીઆઈ કોર્ટે કામવાળી સાથે રેપ અને હત્યાના મામલામાં આ બંન્નેને કલમ 302, 376,364 અંતર્ગત સજા આપવામાં આવી છે.
ગાઝિયાબાદની ડાસના જેલમાં સજા ભોગવી રહેલ સુરેન્દ્ર કોલી અનો મોનિન્દરસિંહને શુક્રવારે વિશેષ સીબીઆઈ જજ પવન કુમારી તિવારીની અદાલતમાં હાજર કરાયા હતાં. જ્યાં તેમને ફાંસીની સજાની ઘોષણા કરી હતી.
ખુબ જ ખૌફનાક મામલો વર્ષ 2006માં સપાટી ઉપર આવ્યો હતો તે વખતે નોઇડાના નિઠારીમાં સ્થિત પાંધેરના આવાસ નજીકથી 16 લોકોના માથા મળી આવ્યા હતા. હાડકાઓ પણ મળી આવ્યા હતા જેમાંથી મોટાભાગના બાળકોના હતા. મામલામાં ચકચારી વિગત સપાટી ઉપર આવ્યા બાદ નિઠારી નજીકની ઝુંપડપટ્ટીમાં તપાસ કરવામાં આવી હતી. તે વખતે જાણવા મળ્યું કે, ઝુંપડપટ્ટીમાંથી અનેક બાળકો લાપત્તા થઇ ગયા છે. આવા બાળકોના પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે, પોલીસે તેમની ફરિયાદોને નજર અંદાજ કરી દીધી હતી. કોલી પર બાળકોને ચોકલેટ, મિઠાઈ જેવી ચીજો આપીને લાલચ આપી તેમને ઘરમાં બોલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાળકોની હત્યા કરવા તેમના મૃતદેહો સાથે દુષ્કર્મ કરવાનો આક્ષેપ છે. કોલી પર માનવ માંસ ખાવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. તે પીડિતોના શરીરના અંગ, હાડકાઓ અને તેમના શરીરના અન્ય હિસ્સાઓને ઘરની પાછળના હિસ્સામાં બનેલા એક ખાડામાં ફેંકી દેતા હતા. પિન્કી સરકાર સંબંધિત હત્યા કેસમાં ચુકાદો આપતા જજ પવનકુમાર તિવારીએ કહ્યું હતું કે, આ અસામાન્ય કેસ છે જેથી બંને અપરાધીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર