Home /News /india /નેટવર્ક 18ના બટન દબાવો દેશ બનાવો અભિયાનથી પ્રેરિત થયા મતદાતા

નેટવર્ક 18ના બટન દબાવો દેશ બનાવો અભિયાનથી પ્રેરિત થયા મતદાતા

#ButtonDabaoDeshBanao

નેટવર્ક 18ની પહેલ, દરેક મતદાતા સાથે એક જ અપીલ કે તે મતદાન દિવસે જરૂરથી કરે મતદાન.

  ચૂંટણી કમિશને જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં કુલ 91 સીટો પર 69.50 ટકા અને બીજા તબક્કામાં 69.44 ટકા વોટ પડ્યા છે. જ્યારે મીડિયા રિપોર્ટ મુજબ 117 સીટો પર લગભગ 63.24 ટકા મતદાન થયું છે. આમ કુલ 303 સીટો પર કુલ 67.39 ટકા મતદાન થયું છે. પણ આ રિપોર્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષ મતદાન 2014 કરતા ઓછું છે. તેવામાં તમારે ન્યૂઝ 18 ની 'બટન દબાવો' અભિયાનનું ભાગ બનવું જોઇએ. જેમાં મોટી સંખ્યામાં મતદાતા જોડાઇ રહ્યા છે.

  તેવામાં સૌથી વધુ તે મતદાતાનું ધ્યાન રાખવું જરૂરી બને છે જે પહેલી વાર મતદાન કરી રહ્યા છે. આ પહેલી લોકસભાની ચૂંટણી છે જેમાં 2000માં જન્મેલા લોકો મતદાન કરશે. યુવા વોટર્સ માટે તે જાણવું જરૂરી છે કે વોટર આઇડીની મદદથી તમે પોલિંગ બૂથની જાણકારી મેળવી શકો છો. અને તમે તે પણ જાણી શકો છો કે વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં.


  ઇલેક્શન કમીશનના આંકડા મુજબ લોકસભા ચૂંટણી 2019માં કુલ 7.6 કરોડ નવા વોટર્સ હશે. તેવા સમયે નવા વોટર્સને જલ્દી પ્રભાવિત પણ કરી શકાય છે. અને આ માટે તમામ લોકો નવા મતદાતાને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. આવા સમયે નવા મતદાતાઓએ મતદાન જરૂરથી કરવું જોઇએ અને આ પાંચ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. વોટર લિસ્ટમાં પોતાનું નામ જોવા માટે નેશનલ વોટર્સ સર્વિસિસ પોર્ટલ (NSVP) ના ઇલેક્ટ્રોરલ સર્ચ પર જાવ. તમે તમારી ડિટેલ્સને અહીં કોલમમાં ભરીને કે નિવાર્ચન કાર્ડ (EPIC) નંબર નાખી જાણી શકો છો. આ EPIC નંબર તમારા વોટર આઇડી કાર્ડ પર બોલ્ડ અક્ષરમાં લખેલા હશે.

  1950 પર કોલ

  ઇલેક્શન કમીશન હેલ્પ લાઇન 1950 નો જોરદાર પ્રચાર કરી રહી છે. તેના દ્વારા તમે ચૂંટણી સાથે જોડાયેલી તમામ જાણકારી મેળવી શકો છો. આ સિવાય SMS દ્વારા પણ મતદાન કેન્દ્રની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. આ માટે તમારે EPIC લખી સ્પેસ આપવાની રહેશે. અને પછી વોટર આઇડી નંબર લખવાનો રહેશે. આ મેસેજને તમારે 51969 કે 166 પર મોકલવાનો રહેશે. તે પછી રિપ્લાય આપવવા પર તમને તમામ જાણકારી મળશે.

  cVigil App નો ઉપયોગ

  સ્માર્ટ ફોન અને ટેકનોલોજીના વિસ્તારને દેખીને ઇલેક્શન કમિશનને cVigil App પણ શરૂ કર્યું છે. તેમાં GPS ફિચર છે. તેવામા કોઇ પણ વ્યક્તિ આચાર સંહિતાનો ભંગ કરે છે તો તમે આ cVigil App દ્વારા ચૂંટણી પંચને તેની જાણકારી આપી શકો છો. જેમાં EC ફરિયાદ કરતાની જગ્યાને ઓળખીને 100 મિનિટની અંદર કાર્યવાહી કરશે.  2019 ચૂંટણીની તારીખ

  આ સિવાય ચૂંટણીની તારીખ પણ યાદ રાખવા જેવી મહત્વની વાત છે. 2019ની લોકસભાની ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થયા છે. અને બીજા ચરણની ચૂંટણી 18 એપ્રિલ, ત્રીજા ચરણની ચૂંટણી 23 એપ્રિલ થઇ ગઇ છે. 29 એપ્રિલ અને 6મેના રોજ પણ મતદાન હતું. હવે 12 મે અને 19 મે ના રોજ મતદાનની તારીખ છે.

  EVM અને VVPAT

  મતદાન કેન્દ્ર પર પહોંચ્યા પછી બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. એક ઇવીએમ અને બીજું વીવીપેટ. તમે મતદાન કેન્દ્ર પર પહોંચશો ત્યાં તમને સ્વયંસેવક મળશે. જે તમને એક કાપલી આપશે. જેમાં બૂથ સંખ્યા હશે તે પછી તમારે વોટિંગની લાઇનમાં ઊભા રહેવું પડશે.

  બટન દબાવો, દેશ બનાવો

  (આ નેટવર્ક 18ની ખાસ પહેલ છે. આરપી-સંજીવ ગોએનકા ગ્રુપ ભારતના તમામ મતદાતાને જરૂરથી મતદાન કરવાની અપીલ કરે છે. એટલું જ નહીં તમે તમારો વોટિંગનો અનુભવ સોશિયલ મીડિયા પર #ButtonDabaoDeshBanao આ હેશટેગ સાથે શેર પણ કરી શકો છો.)
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Loksabha election 2019, Voting, મતદાન, લોકસભા ચૂંટણી 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन