Home /News /india /

સર્જિકલ સ્ટ્રાઇકને લીડ કરનાર હુડ્ડા બોલ્યા - કેવી રીતે આપણા જેટ્સને ના પકડી શક્યું પાકિસ્તાની રડાર

સર્જિકલ સ્ટ્રાઇકને લીડ કરનાર હુડ્ડા બોલ્યા - કેવી રીતે આપણા જેટ્સને ના પકડી શક્યું પાકિસ્તાની રડાર

લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ પીઓકેમાં કરેલ એરસ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા

લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ પીઓકેમાં કરેલ એરસ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા

    લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ પીઓકેમાં કરેલ એરસ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા છે. 2016માં ભારતે પાકિસ્તાનમાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તે ડીએસ હુડ્ડાએ લીડ કરી હતી. મંગળવારે સવારે ઇન્ટેલિજેન્સની સહાયતાથી ઇન્ડિયન ફોર્સના 12 મિરાજ 2000 જેટે બાલાકોટમાં એક હજાર કિલોનો બોમ્બ ગિરાવ્યો હતો.

    વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી, ટ્રેનર, વરિષ્ઠ કમાન્ડર્સને ત્યાં ફિદાયીન હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.

    સીએનએન ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં હુડ્ડાએ કહ્યું હતું કે પુલવાલા હુમલા પછી જે થયું તે ઉધાર હતું. આ એર સ્ટ્રાઇકછી પાકિસ્તાનને સંદેશો જશે કે ભારત હવે વધારે સહન કરી શકશે નહીં. એક સ્ટ્રાઇક પૂરી રીતે પ્રોફેશનલ હતી. આ સિવાય ખાસ રસ્તા અને ઉચ્ચ ક્ષમતાવાળા જૈમરનો પ્રયોગ કરવાના કારણે આપણે આમ કરી શક્યા છીએ. આથી પાકિસ્તાનના રડારમાં આવ્યા ન હતા. ભારતીય વાયુસેના પાકિસ્તાની સેના કરતા ટેકનિકની રુપમાં વધારે આગળ છે.

    આ પણ વાંચો - Google Map પર જુઓ તે ટેરરિસ્ટ કેમ્પ જેને ભારતીય વાયુસેનાએ કર્યા નષ્ટ

    ડીએસ હુડ્ડાએ કહ્યું હતું કે ભારતની ધરતી ઉપર હુમલો કરતા પહેલા કોઈએ એ વિચારવું ન જોઈએ કે ભારત તેનો જવાબ નહીં આપે. 2016માં ઉરી હુમલા દરમિયાન પણ આ રીતના વધારે હુમલો થવા જોઈતા હતા. પાકિસ્તાન અને પીઓકે વચ્ચે બધા કેમ્પ બનેલા છે.

    જ્યારે સવાલ કરવામાં આવ્યો કે જૈશ એ મોહમ્મદના કેન્દ્ર બહાવલપુરમાં કેમ હુમલો કરવામાં ન આવ્યો. તો તેમણે કહ્યું હતું કે તેમાં જાનમાલનું નુકસાન થઈ શકતું હતું. પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવે કહ્યું હતું કે જે ટાર્ગેટને પસંદ કર્યા હતા તેનાથી અમારો ઉદેશ્ય હતો કે નાગરિકોને કોઈ નુકસાન ન થાય. જ્યાં સ્ટ્રાઇક કરી છે તે જંગલોમાં પહાડી ઉપર બનેલા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: General ds hudda, Indian Air Force, LoC, Mirage 2000, Pakistan. indian jet, Pok, Surgical strike, Surgical strike 2, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन