Home /News /india /તંગધારમાં ઘૂસણખોરી કરાવી રહી હતી પાક સેના, અમે નષ્ટ કર્યા 3 ટેરર કેમ્પ: સેના પ્રમુખ

તંગધારમાં ઘૂસણખોરી કરાવી રહી હતી પાક સેના, અમે નષ્ટ કર્યા 3 ટેરર કેમ્પ: સેના પ્રમુખ

સેના પ્રમુખે જનરલ બિપિન રાવતે કહ્યું - ભારતીય સેનાની કાર્યવાહીમાં 6-10 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા

સેના પ્રમુખે જનરલ બિપિન રાવતે કહ્યું - ભારતીય સેનાની કાર્યવાહીમાં 6-10 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા

  પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રવિવારે ભારતીય સેના દ્વારા તબાહ કરેલા આતંકી કેમ્પોને લઈને સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે નિવેદન આપ્યું છે. સેના પ્રમુખે કહ્યું છે કે પાકિસ્તાની સેના તરફથી સતત ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે સિઝફાયરનું ઉલ્લંઘન કરીને સરહદ પર ગોળીબારી કરી રહી હતી. આવું જ તેણે શનિવારે તંગધારમાં કર્યું હતું.

  જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે અમે તેનો જડબાતોડ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. અમને સૂચના મળી હતી કે ઘુસણખોરો સરહદની પાસે આવી ગયા છે. આ સમયે અમે પીઓકેમાં રહેલા આતંકીઓના લોન્ચ પેડ તબાહ કર્યા હતા. ભારતીય સેનાની કાર્યવાહીમાં 6-10 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે. 3 આતંકી કેમ્પો તબાહ કર્યા છે. જેમાં મોટી સંખ્યામાં આતંકીઓને ઠાર કર્યા છે.

  આ પણ વાંચો - PoKમાં ટેરર કેમ્પ નષ્ટ થતા રઘવાયું બન્યું પાકિસ્તાન, ભારતીય રાજદૂતને તલબ કર્યા

  સેના પ્રમુખે જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી પાકિસ્તાની સેના તરફથી સરહદ પર અલગ-અલગ સેક્ટરોમાં ગોળીબારી કરવામાં આવી રહી છે. તેમનો ઇરાદો ભારતમાં ઘુસણખોરી કરવાનો છે. રવિવારે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં સરહદની પાર ઘણા આતંકી સ્થળોને નુકસાન પહોંચ્યું છે.

  જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. સરફરજનના બિઝનેસ સહિત બધા બિઝનેસ ચાલી રહ્યા છે. પાકિસ્તાનનો પ્રયત્ન છે કે ત્યાં શાંતિનો માહોલ સ્થપાવો ન જોઈએ. જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયને બતાવી શકાય કે 370 હટાવ્યા પછી કાશ્મીરમાં માહોલ યોગ્ય નથી. અમે આર્ટિલરી ગન્સ દ્વારા આતંકી કેમ્પોને ટાર્ગેટ કર્યા હતા.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन