PM મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આપી પ્રેક્ટિકલ ટિપ્સ

News18 Gujarati
Updated: February 19, 2018, 7:07 PM IST
PM મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આપી પ્રેક્ટિકલ ટિપ્સ
પ્રધાનમંત્રીએવિદ્યાર્થીઓને નવી નવી જગ્યાઓ જોવા અને નવાં નવાં લોોકને મળવાની સલાહ આપી હતી

પ્રધાનમંત્રીએવિદ્યાર્થીઓને નવી નવી જગ્યાઓ જોવા અને નવાં નવાં લોોકને મળવાની સલાહ આપી હતી

  • Share this:
(કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ  મંત્રી, પ્રકાશ જાવડેકર)

નવી દિલ્હી: 'પરીક્ષા પર ચર્ચા' એક અનોખો કાર્યક્રમ હતો. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા દેશનાં વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે વાત કરી. કાર્યક્રમ શરૂ થતા પહેલાં ચારેય તરફ શાંતિ છવાઇ ગઇ હતી. દરેકને લાગતું હતું કે પરીક્ષા જેવો ગંભીર મુદ્દો છો એટલે દરેક ત્યાં ચુપચાપ બેઠેલા હતાં.

જેવાં વડાપ્રધાન મંચ પર આવ્યો તેવો માહોલ બદલાઇ ગયો. તેમણે આવતા જ પુછ્યું, 'આપ લોકો ટેન્શનમાં છો કે શું?' પછી શું હોલની અંદરનો માહોલ હાસ્યમાં ફેરવાઇ ગયો હતો. વડાપ્રધાનનાં આ સવાલે ત્યાં અંદર અંદર વાતચીતનો માહોલ બનાવી દીધો હતો. તેમણે દર્શકોને સમજાવી દીધુ કે તે ભારતનાં પ્રધાનમંત્રી તરીકે તેમની સાથે વાતચીત નથી કરી રહ્યાંપ ણ એક મિત્ર તરીકે તેમની વચ્ચે હાજર છે. વડાપ્રધાનનાં આ શબ્દોએ યુવાઓનાં ચહેરા પર મુસ્કાન લાવી દીધી.

'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમમાં આખા દેશનાં 10 કરોડથી વધુ લોકોએ જોડાઇને તેને ઐતિહાસિક બનાવી દીધો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથે સતત વાતચીત કરવા માટે વડાપ્રધાન મોદીનાં પ્રયાસોનું એક ઉદહારણ
હતું. વર્ષ 2015, 2016 અને હવે 2017માં તેમણે 'મન કી બાત' કાર્યક્રમમાં પરીક્ષાને લઇને ચર્ચાઓ કરી હતી. થોડા અઠવાડિયા પહેલાં તેમની પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ' નું પણ અનાવરણ થયુ હતું. જેમાં તેમણે પરીક્ષાઓને ઉત્સવની જેમ ઉજવવાની વાત કરી છે. તેમણે તેમની બૂકમાં આ મુદ્દે ભાર આપ્યો છે કે વિદ્યાર્થીઓ માર્ક્સની પાછળ ન ભાગે. આ બૂકમાં તેમણે વિદ્યાર્થીઓને ખુશ થઇને પરીક્ષા આપવા જવાની અપીલ કરી છે.


Loading...

દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં આશરે 90 મિનિટ સુધી પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને આ દરમિયાન અહીંનો માહોલ જોષથી ભરાઇ ગયો. આ સંપૂર્ણ વાતચીત દરમિયાન વડાપ્રાધનનો વ્યવહાર ઘણો જ
મિત્રતાથી ભરપુર હતો. ગંભીર મુદ્દાઓને સરળ રીતે રજુ કરવાની તેમની કળા સુંદર છે. કાર્યક્રમ દરમિયાન વચ્ચે વચ્ચે તે વિદ્યાર્થીઓને હસાવી પણ રહ્યાં હતાં. મને વિશ્વાસ છે કે આ ખુબજ શાનદાર કાર્યક્રમ બાદ બાળકોએ વડાપ્રધાન મોદીજીને 10માંથી 10 માર્ક્સ આપ્યા હશે.

વાતચીત દરમિયાન તેમણે એક વખત તેમ પણ કહ્યું કે, ભારતીય બાળક જન્મથી જ રાજનીતિજ્ઞ હોય છે. તેમણે કહ્યું કે, ''આપણાં બાળકો ઘણાં જ સ્માર્ટ હોય છે કારણ કે તેમને ખબર છે કે પરિવારમાં તેમની જરૂરીયાત પૂર્ણ કરવા કોને મળવું. જ્યારે માતા-પિતા ન માને તો આપણે દાદાદ-દાદી પાસે જઇએ છીએ. જો ત્યાં પણ વાત ન બને તો આપણે બહેન પાસે જઇએ છીએ. કારણ કે, પિતા ક્યારેય તેમની દીકરીને કોઇપણ વાત માટે ના નથી પાડી શકતાં.''જ્યારે પ્રધાનમંત્રીથી કોઇએ પુછ્યું કે, ક્યાં ક્ષેત્રમાં કરિયર બનાવવું જોઇએ તો તેમણે ઘણો જ અલગ જવાબ આપ્યો હતો. અને કહ્યું હતું કે, 'કંઇક બનવા માટે નહીં પણ કંઇક કરવાનાં સપના જુઓ.' પ્રધાનમંત્રીએવિદ્યાર્થીઓને નવી નવી જગ્યાઓ જોવા અને નવાં નવાં લોોકને મળવાની સલાહ આપી હતી.

એક વિદ્યાર્થીએ જ્યાંરે પ્રધાનંમત્રીને પુછ્યું કે, શું તેઓ આગામી વર્ષે તેમની પરિક્ષા (લોકસભાની ચૂંટણી)ને લઇને નર્વસ છે? આ સવલા પર પ્રધાનમંત્રી મોદીએ તે વિદ્યાર્થીનાં સવાલનાં વખાણ કરતાં કહ્યું હતું કે, જો હું તમારો ગુરૂ હોત તો હું તમને જર્નાલિસ્ટ બનવાની સલાહ આપતો.

પ્રધાનમંત્રી મોદીએ દરેક સવાલનાં જવાબ હળવા ફૂલ જેવા અંદાજમાં આપ્યા હતાં. અને બાળકોને પરીક્ષા મામલે ખાસ સલાહો પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને મારી સલાહ છે કે કંઇપણ શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે. હમેશાં નવું શીખવાની ઇચ્છા રાખે. જ્ઞાનની પાછળ દોડો. પરીક્ષા અને પરિણામની ચિંતા ન કરો. જો આપ પરિણામની ચિંતા કરો છો તો આપ ક્યારેય આપની અસલી ક્ષમતાઓને સમજી શકશો નહીં. રાજનીતિમાં પણ એવું જ હોય છે. હું દરેક સમયે 125 કરોડ દેશવાસીઓ માટે કામ કરવા ઇચ્છુ છું. ચૂંટણી આવતી જતી રહેશે'વડાપ્રધાનએ તેમની વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓ પર કંઇ પણ થોપવાનો પ્રયાસ ન કરો. પ્રધાનંત્રીએ તેમનાં દ્વારા ઉઠાવવામાં આવેલાં કોઇપણ સવાલને ખારીજ કે અસ્વીકાર ન કરો. તેનાંથી ઉલટુ તેમને ખુબજ સરળ અને સીધા શબ્દોમાં તેમનાં સવાલોને જિંદગી સાથે જોડીને દરેક વસ્તુનું જ્ઞાન આપવું. તેમનાં IQ અને EQ બંનેને સમજવાનો પ્રયાસ કરશો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'વૈજ્ઞાનિક માને છે કે, IQપાંચ વર્ષની ઉંમર પહેલેથી બનવાનાં શરૂ થઇ જાય છે. જે રીતે 4-5 મહિનાનું બાળક માનાં ઘુંઘરુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેને જ IQ કહે છે. ઇમોશન પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે. આપ જેટલી સંવેદનાથી જોડાયેલી ચીજથી જોડાવી શકે છે. IQ એટલું જ ઝડપથી EQમાં બદલાય છે.'

વિદ્યાર્થીઓ તે સમયે જોર-જોરથી હસવા લગા્યા જ્યારે મોદીજીએ એક એવાં મા-બાપનો ઉલ્લેખ કર્યો હતો. જે તેમનાં બાળકોને કહી રહ્યાં હતાં. આ માર્કશીટને તે સમાજનાં લોકોને કેવી રીતે દેખાડશે? હાલમાં આ તસવીર દ્વારા તેમણે આ જણાવ્યું હતું કે, સપનાઓ અને અપેક્ષાઓ દ્વારા માતા-પિતા તેમનાં બાળકો પર બોજ ન નાખે. મુદ્દો ગંભીર હતો પણ પ્રધાનમંત્રીએ તેમનાં અંદાજમાં સમજાવીને સૌનું દિલ જીતી લીધુ હતું.

વાતચીતનો સૌથી મહત્વનો ભાગ હતો પ્રધાનમંત્રીનાં પરીક્ષા મામલે પ્રેક્ટિકલ ટિપ્સ શેર કરવી. તેમણે ધ્યાન કેન્દ્રિત કરવા અને બાળકો માટે બ્રેક કેટલો જરૂરી છે તે વાત સમજાવી. તેમણે યોગ અને ખેલ મામલે વાત કરી. જે તાણ દૂર કરી તેને આરામમાં ફેરવવાની રીત પણ સમજાવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ એટલે જ ઘબરાય છે કારણ કે તેમને ડર હોય છે કે કોઇ તેમની ક્ષમતા પર નિર્ણય સંભળાવવાનો છે. બાળકોને આ વિચારવું જોઇએ કે પરીક્ષાઓ પોતાને સુધારવાનો એક અવસર છે. પરીક્ષા આપણા જીવનનાં કોઇપણ સમયે આવી શકે છે. જ્યાં આપણે પોતાની જાતને વધુ સારી રીતે રજુ કરવાનો પ્રયાસ કરવાનો છે. પ્રધાનમંત્રીએ આ દરમિયાન માર્ક મેક મોરિસની કહાની પણ સંભળાવી. કેનેડાનાં માર્ક મેક મોરિસએ વિનટ્ર ઓલંપિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. કેનેડાનો આ ખેલાડી સ્નોબોર્ડિંગ કરતાં સમયે ઝાડથી અથડાયો હતો. તે દરમિયાન તેને 11 મહિના બાદ વિન્ટર ઓલ્મપિકમાં ભાગ લીધો અને શાનદાર પરફોર્મ પણ કર્યુ અને બ્રોન્ઝ મેડલ જીતીને સૌને ચકીત પણ કરી દીધા હતાં.

વડાપ્રદાન મોદીએ બાળકોને એક મિત્રનાં રૂપમાં, એક માર્ગદર્શકનાં રૂપમાં અને એક પ્રેરકનાં રૂપમાં વાતચીત કરી હતી. યુવા વિદ્યાર્થીઓ માટે આ વાતચીત ઘણી જ પ્રેરણાદાયક હતી. પ્રધાનમંત્રી યુવા વિદ્યાર્થીઓમાંથી ભય અને અસુરક્ષાની લાગણી દૂર કરવા ઇચ્છે છે અને આ તમામ માટે તે સૌથી યોગ્ય વ્યક્તિ છે.

મને આશા છે કે દેશનાં વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની આ વાતચીત તેમને પરીક્ષાનાં સમયમાં તણાવમુક્ત રહેવામાં મદદરૂપ થશે.

(પ્રકાશ જાવડેકર માનવ સંસાધન અને વિકાસ મંત્રી છે 16 ફેબ્રુઆીએ દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેનદ્ર મોદીએ બાળકો સાથે 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમમાં વાત કરી તે તે મુદ્દે ન્યૂઝ18 માટે આ લેખ તેમણે
લખ્યો છે)
First published: February 19, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...