Home /News /india /નામથી તો 'બાબા' પરંતુ કામ હત્યા, રેપ અને અશ્લીલતા

નામથી તો 'બાબા' પરંતુ કામ હત્યા, રેપ અને અશ્લીલતા

દિલ્હીના રોહીણી વિસ્તારથી આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયની આડમાં મહિલાઓનું યૌન શોષણ કરનાર બાબાની પોલિસે ધરપકડ કરી છે. વિરેન્દ્ર દેવ પહેલા બાબા નથી જેની પર આવા આરોપો લાગ્યા છે. આ પહેલા પણ કેટલાય બાબાઓ ઉપર આ પ્રકારના આરોપ
લાગી ચુક્યા છે.

સંત રામપાલ
રામપાલ પર હત્યા, હિંસા ફેલાવવી અને જમીન પપ કબ્જો કરવા જેવા સંગીન આરોપ લાગેલા છે.

આસારામ બાપુ
આસારામ પર એક સગીરા સહિત કેટલીય છોકરીઓ પર રેપનો આરોપ છે. તેની પર રેપ કેસમાં જોડાયેલ સાક્ષી પર હુમલાઓની સાથેસાથે હિંસક ઘટનામાં સામેલ હોવાનો પણ આરોપ છે.

સ્વામી નિત્યાનંદ
એક તમિલ એક્ટ્રેશની સાથે તેમની સેક્સ સીડી સામે આવી હતી. એમની પર અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધાયેલ છે. એમના આશ્રમમાં છાપા દરમિયાન પર ઘણી વસ્તુઓ મળી હતી.

સ્વામી ભીમાનંદ
સ્વામી ભીમાનંદ પર દેહ વ્યપારમાં સામેલ થવાનો આરોપ છે. તેમની પર આરોપ છે કે તેઓ પ્રવચનના બહાને છોકરીઓને ફસાવે છે.

સ્વામી પરમાનંદ
પરમાનંદ પર 10થી વધુ છોકરીઓના યૌન શોષણની સાથે શિષ્યો સાથે બ્લેકમેલિંગ કરવાનો આરોપ પણ છે.

રાધે માં
સુખવિંદર કૌર એટલે રાધે મા પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે. કહેવામાં આવે છે કે તે ડાન્સ કરીને ભક્તોને આશીર્વાદ આપે છે.
First published:

Tags: Radhe maa

विज्ञापन
विज्ञापन