3 દિવસ પછી ફરી અમરનાથ યાત્રા શરૂ, બાબાના દર્શન માટે ચોથું જૂથ રવાના

 • Share this:
  અમરનાથ યાત્રામાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે વારંવાર મુશ્કેલીઓ આવ્યાં પછી રવિવારે ભક્તોનો ચોથું જૂથ રવાના થયું છે. કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી બેઝ કેમ્પ માટે યાત્રીઓનો ચોથો જથ્થો રવાના થયો છે. આ જથ્થામાં આશરે 3 હજાર અમરનાથ યાત્રી બેઝ કેમ્પ તરફ આગળ વધ્યા છે. તેમની સાથે 90 ગાડીઓ રવાના થઇ છે. આ યાત્રા ત્રણ દિવસ પછી આગળ વધી છે.

  ભારે વરસાદના કારણે ગત શનિવારે યાત્રાને અટકાવી દેવામાં આવી હતી. રવિવારે હવામાન સાફ થયા પછી કેમ્પથી યાત્રીઓને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે નોંધણી વગરના યાત્રીઓ પર કાર્યવાહી કરતા તેમને રામબન અને બનિહાલમાં અટકાવવામાં આવ્યાં છે.

  કાશ્મીરમાં ભારે વરસાદ

  નોંધનીય છે કે ભારે વરસાદને કારણે કાશ્મીર ખીણની મુખ્ય નદીઓ ઝેલમ અને તાવીએ ભયજનક સપાટી વટાવી હતી જેને ધ્યાનમાં રાખતા રાજ્યમાં પૂર એલર્ટ જારી કરાયું હતું. અનંતનાગ જિલ્લામાં સંગમ ખાતે ઝેલમ નદીએ 21 ફૂટની ભયજનક સપાટી વટાવી હતી. શ્રીનગરમાં રામમુન્શી બાગ ખાતે ઝેલમની ઘણી વધારે હતી. શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. સત્તાવાળાઓએ શનિવારે સમગ્ર કાશ્મીર ખીણની શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી. કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કાશ્મીર ખીણની નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું.
  Published by:Kaushal Pancholi
  First published: