કેબિનેટ બેઠકમાં નિર્ણય, દેશમાં નવી 75 મેડિકલ કોલેજ બનાવાશે

News18 Gujarati
Updated: August 28, 2019, 9:03 PM IST
કેબિનેટ બેઠકમાં નિર્ણય, દેશમાં નવી 75 મેડિકલ કોલેજ બનાવાશે
કેબિનેટ બેઠકમાં નિર્ણય, દેશમાં નવી 75 મેડિકલ કોલેજ બનાવાશે

શેરડીના ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવા માટે એક્સપોર્ટ સબસિડી આપવાનો નિર્ણય કર્યો

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં ચાર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બેઠક પુરી થયા પછી કેબિનેટમાં લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપી હતી.

કેબિનેટ બેઠકમાં દેશમાં 75 નવી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. 24 હજાર કરોડના ખર્ચથી આ મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. જેમાં એમબીબીએસની 15,700 નવી સીટો બનીને તૈયાર થશે. આ મેડિકલ કોલેજ એવા જિલ્લામાં ખોલવામાં આવશે જ્યાં મેડિકલ કોલેજ નથી. આ કોલેજ 2021-22 સુધી સ્થાપિત થશે.

બીજો મહત્વપૂર્ણ નિર્ણય શેરડીના ખેડૂતો માટે લેવામાં આવ્યો છે. શેરડીના ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવા માટે એક્સપોર્ટ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને 6268 કરોડ રુપિયાની સબસિડી આપવામાં આવશે. આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જશે. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે આ નિર્ણયથી ખાંડની કિંમતો યોગ્ય રહશે અને ખેડૂતોને પણ નુકસાન થશે નહીં.

આ પણ વાંચો - મોદી સરકારની ગ્રાહકોને મોટી ગિફ્ટ, હવે ફોનની જેમ બદલો વિજળી કંપની

ત્રીજો મહત્વપૂર્ણ નિર્ણય સંકટની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો નિર્ણય લેવાયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએનમાં જઈને તેને લોન્ચ કરશે.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે વિદેશી રોકાણ પર લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપતા કહ્યું હતું કે એફડીઆઈને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણય કરાયા છે. કોલ માઇનિંગ અને કોલસા સાથે જોડાયેલ તમામ કામો માટે 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં પણ 100 ટકા એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ડિજિટલ મીડિયામાં 26 ટકા એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે.
First published: August 28, 2019, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading