Home /News /india /J&K: પાકિસ્તાનના ફાયરિંગમાં બીએસએફના 4 જવાનો શહીદ

J&K: પાકિસ્તાનના ફાયરિંગમાં બીએસએફના 4 જવાનો શહીદ

    બોર્ડર પર પાકિસ્તાનની નાપાક હરકત ફરી એકવાર સામે આવી છે. જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરની ચમલિયાલ પોસ્ટ પર સીમાની બીજી તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં બીએસએફના 3 ઓફિસર અને એક જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે પાંચ જવાન ઇજાગ્રસ્ત છે.

    મળતી જાણકારી પ્રમાણે, જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરની ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ કરી હતી. આ હુમલામાં બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર જતિંદર સિંહ, આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર રામ નિવાસ અને જવાન હંસરાજ શહીદ થયા છે. એક સબઇન્સપેક્ટર ફાયરિંગના કારણે ગંભીર રીતે ઘાયલ થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની સારવાર દરમિયાન મૃત્યું નીપજી છે. આ હુમલો આજે બુધવારે સવારે થયો હતો.

    નોંધનીય છે કે એલઓસી પર ઘણાં સમયથી સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનાઓમાં વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખતા જ બંન્ને દેશોએ સીમા પર તણાવ ઓછો કરવા માટે વાતચીતનો નિર્ણય લીધો હતો.


    મહત્વનું છે કે ગઇકાલે મંગળવારે પણ દક્ષિણ કાશ્મીરમાં સવારે આતંકીઓએ બે અલગ અલગ ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ હુમલો પુલવામા અને અનંતનાગમાં થયો હતો. આ ડબલ એટેકમાં પુલવામામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા. જ્યારે અનંતનાગમાં સીઆરપીએફના 10 જવાન ઇજાગ્રસ્ત બન્યાં હતાં. પુલવામાના કોર્ટ પરિસરમાં બનેલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર કાલે સવારે આતંકીઓના હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ અને ત્રણ જવાનો ઇજાગ્રસ્ત બન્યાંની જાણકારી સામે આવી છે. આતંકી પોલીસકર્મીઓના હથિયાર લઇને ફરાર થઇ ગયા હતાં. તે વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ અનંતનાગમાં પણ આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ અનંતનાગના જંગલાત બજારમાં પેટ્રોલિંગ કરી રહેલા સીઆરપીએફ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 10 જવાનો જખ્મી બન્યાં હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: BSF, Jammu Kashmir, પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन