બિહાર: જાહેરમાં મહિલાને જીવતી સળગાવવાનો વીડિયો વાયરલ, 4 આરોપીની ધરપકડ

News18 Gujarati | News18 Gujarati
Updated: October 12, 2019, 2:15 PM IST
બિહાર: જાહેરમાં મહિલાને જીવતી સળગાવવાનો વીડિયો વાયરલ, 4 આરોપીની ધરપકડ
વીડિયોમાંથી લીધેલી તસવીર

આ ઘટનામાં સજની દેવી નામની મહિલાને જીવતી સળગાવી દેવાનો વીડિયો સામે આવ્યો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બિહારનાં અરરિયા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગત આઠ ઓક્ટોબરે જિલ્લાનાં રાનીગંજ પોલીસ સ્ટેશન મથક વિસ્તારનાં ભોહડા બેલગચ્છીમાં એક મહિલાને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનામાં સજની દેવી નામની મહિલાને જીવતી સળગાવી દેવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક નવજાત બાળકની હત્યાનાં આરોપમાં મહિલાને ગ્રામિણોએ ભેગા થઇને ઢોર માર માર્યો હતો. જે બાદ પુરાવા છુપાવવા માટે તેને સળગાવી દીધી.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલાને એક ખીલા સાથે બાંધી દેવામાં આવે છે. આ દરમિયાન કોઇ તેને મારી રહ્યું છે તો કોઇ તેને ત્યાં જ સળગાવી દેવાની વાત કરે છે. પુરાવા છુપાવવા તેને જીવતી સળગાવી દેવાનું પણ સંભળાય છે. નોંધનીય છે કે કેટલાક દિવસોથી ગુમ નવ મહિનાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ મૃતક બાળકનાં પરિવારે સજનીદેવી પર આરોપ લગાવ્યો હતો કે તેણે જ બાળકને મારી નાંખ્યું છે. જે બાદ તેને ઢોર માર મારે છે. ગ્રામિણો પર આરોપ છે કે મહિલાને તેઓએ માર મારીને કેરોસિન નાંખીને સળગાવી દીધી હતી.આ પણ વાંચો : 'અમે કેમેસ્ટ્રી લેબનાં કેમિકલ નથી કે તમે અમારી પર વારે ધડીએ પ્રયોગો કરો છો'

હાલ આ વિસ્તારમાં તણાવની સ્થિતિ બની છે. જેથી પોલીસ સતત ગામમાં કેમ્પ કરી રહી છે. અને આરોપીઓની ધરકરડ માટે ધરપકડ અને છાપેમારી કરી રહી છે. પોલીસનાં ડરથી ગામવાળા ગામ ખાલી કરી રહ્યાં છે. અરરિયાનાં એસડીપીઓ કુમાર દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
First published: October 12, 2019, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading