એનડી તિવારીનું નિધન, સંયોગથી આજે તેમનો જન્મ દિવસ હતો

News18 Gujarati
Updated: October 19, 2018, 7:58 AM IST
એનડી તિવારીનું નિધન, સંયોગથી આજે તેમનો જન્મ દિવસ હતો
1991માં એનડી તિવારી પીએમ પદના ઉમેદવાર હતા. જોકે તે ફક્ત 800 વોટોથી લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. આ પછી પીવી નરસિમ્હા રાવને પીએમ બનાવ્યા હતા.

93 વર્ષના એનડી તિવારી છેલ્લા 12 મહિનાથી પથારીવશ હતા

  • Share this:
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ એનડી તિવારીનું નિધન થયું છે. સંયોગથી આજે તેમનો જન્મ દિવસ પણ હતો. તેઓ 93 વર્ષના હતા. તે ત્રણ વખત ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનું નિધન દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. એનડી તિવારી છેલ્લા 12 મહિનાથી પથારીવશ હતા. તેમને બ્રેમ હેમરેજ થયું હતું. સાથી તેમની કિડની પણ ફેલ થઈ ગઈ હતી.

એનડી તિવારીની ગણના કોંગ્રેસના સૌથી તાકાતવાર નેતામાં થતી હતી. પોતાના રાજકીય જીવનમાં તેઓએ ઘણા મહત્વના પદ સંભાળ્યા હતા. તેઓ કેન્દ્રમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. તે 1976માં પ્રથમ વખત સીએમ બન્યા હતા.

એનડી તિવારી ઉત્તરાખંડના એકમાત્ર સીએમ હતા જેમણે અત્યાર સુધી પોતાનો કાર્યકાળ 5 વર્ષ પૂરો કર્યો હતો. એનડી તિવારી સિવાય કોઇપણ સીએમ ઉત્તરાખંડમાં આવું કરી શક્યા નથી.

એનડી તિવારીના નિધન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંવેદના વ્યક્ત કરી હતી. યૂપી સીએમના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે #UPCM શ્રી #YogiAdityanathએ શ્રી નારાયણ દત્ત તિવારીના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
First published: October 18, 2018, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading