આસામમા જાહેર થયેલા નેશનલ સિટિઝનશિપ રજીસ્ટાર (NCR)લિસ્ટની ફાઇનલ યાદીમાં 19 લાખથી વધારે લોકો બહાર થઈ ગયા છે. આ 19 લાખ લોકોમાં દેશના પાંચમાં રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના પરિવારવાળા પણ સામેલ છે.
કામરુપ જિલ્લાના રંગીયામાં રહેનાર ફખરુદ્દીન અલી અહમદના દિવંગત ભાઈ એકરામુદ્દીન અલી અહમદના પુત્ર જિયાઉદ્દીનના પરિવારનું નામ લિસ્ટમાં નથી. જેના કારણે તે આઘાતમાં છે. ગત વર્ષે જુલાઈમાં જાહેર કરેલ એનઆરસી ડ્રાફ્ટમાં પણ તેનું અને પરિવારનું નામ ન હતું.
જિયાઉદ્દીનનું કહેવું છે કે હું ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદનો ભત્રીજો છું અને મારું નામ એનસીઆર લિસ્ટમાં નથી. જિયાઉદ્દીને કહ્યું હતું કે મારા પિતાનું નામ વિરાસતમાં નથી અમે તેને લઈને ઘણા પરેશાન છીએ.
ઉલ્લખનીય છે કે આસમમાં એનઆરસીનું અંતિમ લિસ્ટ શનિવારે ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યું છે. એનઆરસીમાં સામેલ થવા માટે 3,30,27,661 લોકોએ અરજી કરી હતી. જેમાંથી 3,11,21,004 લોકોનો સમાવેશ કરાયો છે. જ્યારે 19,06,657 લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. જે લોકોના નામ એનસીઆરમાંથી તે તેની સામે 120 દિવસમાં અપીલ નોંધાવી શકશે.
ભાજપાને લિસ્ટ ઉપર વિશ્વાસ નથી લિસ્ટ જાહેર થયા પછી આસામમાં સત્તામાં રહેલા ભાજપાએ કહ્યું છે કે તેમને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરના ફાઇનલ લિસ્ટ ઉપર ભરોસો નથી. પાર્ટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને રાષ્ટ્રીય સ્તર ઉપર એનસીઆર તૈયાર કરવાની વિનંતી કરી છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે એનસીઆરની વર્તમાન સ્થિતિથી રાજ્યનો દરેક વર્ગ નારાજ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર