'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર પૂર્વ PM મનમોહન સિંહનુ રિએક્શન

મનમોહન સિંઘ, પૂર્વ પ્રધાનમંત્રી

ફિલ્મ પર મંગળવારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું હતું કે, ફક્ત ભારતનાં 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' જ ન હતા, તેઓ દેશનાં એક્સીડેન્ટલ નાણામંત્રી પણ હતા

 • Share this:
  મુંબઇ: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર આધારિત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'નું ટ્રેલર ગુરૂવારે રિલીઝ થયું. આ ફિલ્મમાં અનુપમ ખેર, પૂર્વ પ્રધાનમંત્રીનાં રોલમાં નજર આવે છે.આ ફિલ્મ અંગે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને સવાલ કરવામાં આવ્યો તો તેમણે 'નો કમેન્ટ્સ' કહીને જવાબ ટાળી દીધો.

  ફિલ્મ અંગે મંગળવારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું હતું કે, તે ફક્ત ભારતનાં 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ન હતાં પણ દેશનાં એક્સીડેન્ટલ નાણામંત્રી પણ હતાં. દિલ્હીમાં પોતાની બૂક 'ચેન્જિંગ ઇન્ડિયા'નાં વિમોચન પર આવ્યા હતા તે સમયે તેમને આ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. 'એક્સીડેન્ટલ પ્રાઇમ મિન્સ્ટરની સાથે તેઓ એક્સીડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતાં.'  'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ફિલ્મમાં અમર સિંહ પણ અહમ કિરદારમાં છે.આ રોલ કોણે કરી રહ્યું છે તે અંગે ખુલાસો કરતા ખુદ અમર સિંહે ગુરૂવારે ન્યૂઝ 18 સાથે વાત કરી હતી. સંજય બારુની બૂક પરથી બનેલી ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર રાજ્યસભા સાંસદ અમર સિંહનું કહેવું છે કે, ફિલ્મ સત્યની ખુબજ નજીક છે.

  અમર સિંહે દાવો કર્યો છે કે, ફિલ્મમાં તેનો રોલ ભલે તેમણે જાતે નથી કર્યો પણ તેમને પોતે અદા કરવાની ઓફર જરૂર થઇ હતી.
  Published by:Margi Pandya
  First published: