દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાનું 82 વર્ષે નિધન

News18 Gujarati
Updated: October 28, 2018, 8:14 AM IST
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાનું 82 વર્ષે નિધન
મદન લાલ ખુરાના (ફાઇલ તસવીર)

મદદ લાલ ખુરાના ચાર વખત સાંસદ રહી ચુક્યા છે, વર્ષ 2004માં રાજસ્થાનના ગવર્નર પદે પણ રહી ચુક્યા છે.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદદ લાલ ખુરાનાનું શનિવારા રાત્રે તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું હતું. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા. તેમની ઉંમર 82 વર્ષ હતી.

તેમના પુત્ર હરિશ ખુરાનાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "તેમણે કિર્તી નગર ખાતે આવેલા નિવાસસ્થાને શનિવારે રાત્રે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા છોડા દિવસથી છાતિના ઇન્ફેક્શન અને તાવથી પીડાઈ રહ્યા હતા."

મદદ લાલ ખુરાના વર્ષ 1993થી 1996 દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યકર રહ્યા હતા. તેઓ ચાર વખત સંસદ સભ્ય પણ રહી ચુક્યા છે. અટલ બિહાર વાજપાયી સરકારમાં તેઓ સંસદીય બાબતો તેમજ પ્રવાસન મંત્રી પણ રહી ચુક્યા છે. 2004માં તેઓ રાજસ્થાનના ગવર્નર પદે પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ 28 ઓક્ટોબર રાશિફળ: જાણો - કેવો રહેશે તમારો દિવસ

મદદ લાલ ખુરાના તેમની પાછળ તેમના પત્ની, એક દીકરો અને બે દીકરીઓને વિલાપ કરતા છોડી ગયા છે. આ જ વર્ષ ઓગસ્ટ મહિનામાં મદદ લાલ ખુરાનાના સૌથી મોટા પુત્ર વિમલ ખુરાનાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. તેમની ઉંમર 55 વર્ષની હતી.

મદદ લાલ ખુરાનાના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે. દિલ્હી બીજેપીના પ્રમુખ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, તેમના મૃતદેહને જાહેર જનતાના દર્શન માટે દિલ્હી બીજેપી ઓફિસ ખાતે રાખવામાં આવશે.

પીએમ મોદી, બીજેપી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓએ મદદ લાલ ખુરાનાના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમજ તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી.

પીએમ મોદીએ ટ્વટિ કરતા લખ્યું છે કે, "દિલ્હીમાં જે રીતે મદદ લાલ ખુરાનાએ બીજેપીને મજબૂત બનાવી હતી તે બદલ તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકોને મારી સહાનુભૂતિ પાઠવું છું."
First published: October 28, 2018, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading