'ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ' ફેમ સુહૈબ ઇલિયાસી પત્નીની હત્યાના કેસમાં થયો મુક્ત

News18 Gujarati
Updated: October 5, 2018, 11:58 AM IST
'ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ' ફેમ સુહૈબ ઇલિયાસી પત્નીની હત્યાના કેસમાં થયો મુક્ત
ઇલિયાસીએ પોતાની પત્નીની હત્યા કરી હતી.

ઇલિયાસીએ પોતાની પત્નીની હત્યા કરી હતી.

  • Share this:
પત્નીની હત્યાના મામલામાં આજીવન કેદની સજા કાપી રહેલા પૂર્વ ટીવી એન્કર અને પ્રોડ્યુસર સુહૈબ ઇલિયાસીને દિલ્હીની હાઇકોર્ટે મુક્ત કરી દીધો છે. નોંધનીય છે કે તેનો કેસ 18 વર્ષ જુનો છે. ડિસેમ્બર 2017માં દિલ્હીની એક કોર્ટે  હત્યાનાં કેસમાં સુહૈબ ઇલિયાસીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

ઇલિયાસીએ પોતાની પત્નીની હત્યા કરી હતી. આ કેસમાં જોકે પીડિતાના વકીલે ફાંસીની સજાની માગણી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે હત્યાનો આ કેસ રેરેસ્ટ ઓફ ધી રેર કેટેગરીમાં ન આવતો હોવાથી ફાંસીની સજા ન આપી શકાય.

એડિશનલ સેશન જજ એસ.કે. મલ્હોત્રાએ હત્યારા પતિ ઇલિયાસીને આજીવન કેદની સાથે બે લાખ રુપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. પત્નિનું સ્ટેબિંગ કરી હત્યા કરનાર ઇલિયાસીને 16મી ડિસેમ્બરે સજા ફટકારવામાં આવી હતી.

ડિસેમ્બર 2017માં દિલ્હીની એક કોર્ટે 18 વર્ષ જુના હત્યાના કેસમાં સુહૈબ ઇલિયાસીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.


આ ઉપરાંત પીડિતાના માતા પિતાને 10 લાખ રૂપિયાનું વળતર આપવા માટે ઇલિયાસીને આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે 11મી જાન્યુઆરી, 2000ના રોજ પત્ની અંજુને દિલ્હીમાં પોતાના નિવાસ સ્થાને ઇલિયાસીએ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી.

પૂર્વ ટીવી એન્કર અને પ્રોડ્યુસર સુહૈબ ઇલિયાસી પત્ની અંજુ સાથે
ઇલિયાસી ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ ટીવી ક્રાઇમ શોને કારણે ભારે ચર્ચામાં હતો. ઇલિયાસીની 28મી માર્ચ, 2000ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ જામીન પર છોડી મુકાયો હતો. તેને હત્યાના કેસમાં 17 વર્ષ બાદ આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

ઇલિયાસીએ કરેલી હત્યાના કેસનો ઘટનાક્રમ

10 જાન્યુઆરી, 2000 : અંજુ ઇલિયાસી દિલ્હીમાં તેના નિવાસ સ્થાને સ્ટેબિંગ કરેલી હાલતમાં મળી આવી હતી
28 માર્ચ, 2000 : અંજુની હત્યાના કેસમાં ઇલિયાસીની ધરપકડ કરવામાં આવી
29 માર્ચ, 2003 : ટ્રાયલ કોર્ટે આ કેસમાં ઇલિયાસી વિરુદ્ધ સેક્શન ૪૯૮એ, ૩૦૪બીની કલમો લગાવી
19 ઓગસ્ટ, 2010 : ઇલિયાસી સામે હત્યાની કલમ ઉમેરવામાં આવી
મે, 2012 : ઇલિયાસીની વધુ તપાસ માટે મેડિકલ ટીમ રચાઇ, ઇલિયાસીએ હાઇકોર્ટમાં અપીલ કરી જેને ફગાવાઇ
જાન્યુઆરી, 2014 : ઇલિયાસીએ સુપ્રીમમાં અપીલ કરી, જેને ફગાવાઇ
16 ડિસેમ્બર, 2017 : દિલ્હી કોર્ટે ઇલિયાસીને હત્યાના કેસમાં દોષીત ઠેરવ્યો
20 ડિસેમ્બર, 2019 : કોર્ટે ઇલિયાસીને હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી
First published: October 5, 2018, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading