ન્યૂઝ18 ગુજરાતી : ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ ઉપર મુજ્જફરપુરમાં દેશદ્રોહનો કેસ દાખલ થયો છે. ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટની અદાલતમાં કેસ દાખલ કરાવતી વેળા અરજીકર્તા વકીલ સુધીર ઓઝાએ એવો આરોપ લગાવ્યો હતો કે સિદ્ધુએ પાકિસ્તાની સેનાના પ્રમુખે ભેંટીને ભારતીય સેનાનું અપમાન કર્યું છે
પંજાબના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પાકિસ્તાનની મુલાકાત લેતા વિવાદોમાં ફસાઈ ગયા છે. વડાપ્રધાન પદે ઇમરાન ખાનના શપથવિધિ સમારોહમાં સામેલ થવા પાકિસ્તાન ગયેલા સિદ્ધુ પાકિસ્તાની સેના પ્રમુખ કમર બાજવાને ભેંટ્યા હતા. આ મામલે ભારતમાં ભારે કાગારોળ મચી ગઈ હતી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પણ સિદ્ધુના વિરોધમાં નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે, બાજવાને ભેટવું યોગ્ય નથી. સિધુએ આમ નહોતું કરવું જોઈતું। આ મામલે હવે મુજ્જફરપુરમાં નવજોતસિંહ સિદ્ધુ ઉપર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે
બીજી તરફ સિદ્ધુએ પોતાના બચાવમાં કહ્યું હતું કે, 'જો કોઈ મારી પાસે આવે અને એમ કહે કે આપણે એક જ સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવીએ છીએ તથા અમે ગુરુ નાનકદેવના 550માં પ્રકાશપર્વ ઉપર કરતારપુરની સીમા ખોલીશુ તો હું શું કરું ? સિદ્ધુએ તેમને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રેસિડેન્ટ પાસે બેસવાનું કહેવામાં આવ્યું હતું તેવી પણ સ્પષ્ટતા કરી હતી
તેને ઉમેર્યું હતું કે, 'મહેમાન તરીકે તમને જયારે બોલવવામાં આવે ત્યારે તમે ત્યાં જ ઉઠો-બેસો છો જ્યાં તમને તેવું કહેવામાં આવે. હું તો કોઈ અન્ય સ્થળે બેઠો હતો ત્યાંથી મને ઉઠાડીને પીઓકેના પ્રેસિડન્ટ મસૂદ ખાન જ્યાં બેઠા હતા ત્યાં બેસવાનું કહી દેવામાં આવ્યું"
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર