80 વર્ષના શીલા દીક્ષિત દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, ગુજરાતમાં આવું ન થાય?

News18 Gujarati
Updated: January 11, 2019, 7:56 AM IST
80 વર્ષના શીલા દીક્ષિત દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, ગુજરાતમાં આવું ન થાય?
શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા

અજય માકનના રાજીનામા પછી એ વાતનો અંદાજો હતો કે અનુભવી શીલા દીક્ષિતને પાર્ટીની આગેવાની સોંપવામાં આવશે

  • Share this:
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી 80 વર્ષીય શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ પરથી એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે જો દિલ્હીમાં 80 વર્ષના શીલા દીક્ષિતને પ્રમુખ બનાવી શકાતા હોય તો ગુજરાતમાં પણ બનાવી શકાય?. હાલ ગુજરાત કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. સુત્રોના મતે આ વિવાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખને લઈને પણ છે. એવી પણ ચર્ચા હતી કે કુંવરજી બાવળિયાને પ્રદેશ પ્રમુખ ન બન્યા તેથી તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. સુત્રોના મતે તેમને એમ કહેવાતું હતું કે યુવાઓને તક આપવાની છે. તો હવે સવાલ થઈ રહ્યો છે કે દિલ્હીમાં ઉંમરનો કોઈ બાધ્ય નથી નડતો તો ગુજરાતમાં કેમ ઉંમરનો બાધ નડ્યો.

અજય માકનના રાજીનામા પછી એ વાતનો અંદાજો હતો કે અનુભવી શીલા દીક્ષિતને પાર્ટીની આગેવાની સોંપવામાં આવશે. કોંગ્રેસ નેતા પીસી ચાકોએ શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના ચીફ બનાવવાની જાહેરાત કરી હતી. હારુન યૂસુફ, રાજેશ લિલોઠિયા, દેવેન્દ્ર યાદવને વર્કિગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો - OPINION: શું અનામતના દાવથી વોટબેન્કને પોતાની તરફ ખેંચી લેશે ભાજપ?

દિલ્હી કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થયા પછી શીલા દીક્ષિતે કહ્યું હતું કે હું સન્માનિત અનુભવી રહી છું કે પાર્ટીએ મને આ તક આપી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અનુભવી અને જૂના કોંગ્રેસીઓને નેતૃત્વ આપવાની પરંપરા પ્રમાણે રાહુલ ગાંધીએ દિલ્હીની કમાન શીલા દીક્ષિતને સોંપી છે.

અજય માકને ટ્વિટ કરીને શીલા દીક્ષિતને ફરીથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. માકને કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે શીલાજીની આગેવાનીમાં અમે મોદી અને કેજરીવાલ સરકારના વિરોધમાં અક સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવીશું.
First published: January 10, 2019, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading