ન્યૂઝ 18 ગુજરાતી: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિદેશમાં રહેતા ભારતીયોની સમસ્યાઓને ટ્વિટર પર સુલઝાવવાની સાથે સાથે તેમની મદદ કરવા માટે ઓળખાય છે. હાલની એક ઘટનામાં સાઉદી અરબની રાજધાની રિયાદમાં ફંસે અલી નામનાં એક વ્યક્તિએ સુષમા સ્વરાજને ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, 'એક વાત કહો કે તમે લોકો મારી મદદ કરી શકો છો કે મારે ખુદખુશી કરી લેવી જોઇએ. આશરે 12 મહિનાથી દુતાવાસનાં ચક્કર કાપી રહી છું. મને ભારત મોકલી શકો તો મહેરબાની થશે. કારણ કે મારા ચાર બાળકો છે.'
અલીને જવાબ આપતા સુષ્મા સ્વરાજે લખ્યું, 'આપઘાતની વાત વિચારતા નથી. અમે છીએ ને. અમારી એમ્બેસી તમારી પુરી મદદ કરશે. આ મામાલામાં તેમણે રિયાદમાં ભારતીય દૂતાવાસ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો.'
'Khud kusi' ki baat nahin sochte. Hum hain na. Hamari Embassy aapki poori madad karegi. @IndianEmbRiyadh - Pls send me a report on this. https://t.co/ajU8EXyhAK
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 18, 2019
આ ઉપરાંત એક બીજા ટ્વિટમાં સૈન ફ્રાંસિસ્કોમાં રહેવાસી ક્ષિતિજને તેમણે ધન્યવાદ પણ કર્યો. ક્ષિતિજે પેમેન્ટની રીતો અંગે ઘણાં સવાલો કર્યા હતાં. આ મામાલામાં સૈન ફ્રાંસિસ્કો સ્થિત ભારતીય ઉચ્ચાયોગ પાસેથી જવાબ માંગ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આ મારી જાણકારીમાં આ લાવવા માટે ધન્યવાદ.
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 18, 2019
ક્ષિતિજે ટ્વિટ કર્યું હતુ, 'સુષ્મા સ્વરાજે મેડમ સૈન ફ્રાંસિસ્કોને ઉચ્ચાયોગ સત્યાપન માટે મની ઓર્ડર કે કેશિયર ચેકની ચુકવણી કરવાનું કહ્યું છે. ડિજિટિલાઇઝેશનનાં જમાનામાં વિદેશમાં ભારત સરકાર ચૂકવણી કરવા માટે જુની રીતોનો ઉપયોગ કેમ કરો છો. ઓછામાં ઓછું કાર્ડ તો સ્વીકાર કરો.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર