Home /News /india /

Forbes List 2018: બેજોસ વિશ્વની અને મુકેશ અંબાણી ભારતની સૌથી અમીર વ્યક્તિ

Forbes List 2018: બેજોસ વિશ્વની અને મુકેશ અંબાણી ભારતની સૌથી અમીર વ્યક્તિ

ફોર્બ્સ લિસ્ટ 2018ની યાદીમાં મુકેશ અંબાણી ભારતની સૌથી અમીર વ્યક્તિ.

    ફોર્બ્સની 'વર્લ્ડ બિલિયનેર્સ લિસ્ટ 2018' માં અંદાજે 7.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ વખતે અમેજનના પ્રમુખ જેફ બેજોસ ટોપ પર છે. તેઓ 100 અબજ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા વિશ્વના પ્રથમ અબજોપતિ પણ બન્યા છે. તેમણે ચાર વર્ષ સુધી આ યાદીમાં ટોચ પર રહેલા માઇક્રોસોફ્ટના પ્રમુખ બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે.

    આ વખતે વર્લ્ડ બિલિયનેર્સ લિસ્ટમાં 119 ભારતીયોનો પણ સમાવેશ થયો છે. આ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી સૌથી ઉપર છે, જ્યારે પૂરી યાદીમાં આશરે 2.61 લાખ કરોડ એટલે કે 40.1 અબજ ડોલરની સંપત્તિ સાથે 19મા ક્રમે પહોંચી ગયા છે. ફોર્બ્સ દ્વારા 2,208 અબજપતિઓની ગ્લોબલ યાદી બહાર પાડવામાં આવી છે.

    મુકેશ અંબાણી માટે આ મોટી છલાંગ છે. પાછલા વર્ષે તેઓ આ યાદીમાં 33મા સ્થાને હતા અને ત્યારે તેમની પાસે 23.2 અબજ ડોલરની સંપત્તિ હતી. આ રીતે તેઓ આ વખતે 14 રેન્ક ઉપર ગયા છે. ટોચની 10 વ્યક્તિઓમાં કોઈપણ સ્ત્રી નથી. 16મા સ્થાને અમેરિકન રિટેઇલ ચેઇન વોલમાર્ટની એલિસ વોલ્ટન છે.

    ભારતીયોની યાદીમાં બીજા નંબર પર વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી છે. તેમણે લક્ષ્મી મિત્ત્તલને પાછળ મૂકી દીધા છે. તેમણે પણ મોટી છલાંગ લગાવતા યાદીમાં 2017માં 72મો ક્રમાંક અને 14.9 અબજ ડોલરની સંપત્તિથી 18.8 અબજ ડોલરની સંપત્તિ સાથે આ વખતે 50મા ક્રમાંકે પહોંચી ગયા છે.

    ભારતીયોની યાદીમાં 18.5 અબજ ડોલરની સંપત્તિ સાથે લક્ષ્મી મિત્તલ ત્રીજા નંબર પર છે. ગ્લોબલ યાદીમાં તેઓ 62મા ક્રમાંક પર છે, જ્યારે પાછલા વર્ષે 56મા ક્રમાંક પર હતા. મોટા રોકાણકારો અને ડિમાર્ટ ચેઇનના પ્રમુખ રાધાકૃષ્ણ દામાણી આ વખતે ભારતીયોની યાદીમાં 10 અબજ ડોલરની નેટ વર્થ સાથે 8મા ક્રમાંક પર છે.

    ખાસ બાબત એ છે કે હિન્દુજા બ્રધર્સ ભારતીયોની યાદીમાં આ વખતે ટોચના 10માં સ્થાન મેળવી ન શક્યા. તેમની મિલકત લગભગ 8 અબજ ડોલર છે, જ્યારે ગૌતમ અદાણી 9 .7 અબજ ડોલરની સંપત્તિ સાથે આ વખતે 9મા ક્રમાંકે પહોંચી ગયા છે. પેટીમના ફાઉન્ડર વિજય શેખર શર્મા આ વખતે 1.9 અબજ ડોલરની સંપત્તિ સાથે વૈશ્વિક સ્તરે 1349મા ક્માંક પર છે.

    ફોર્બ્સની યાદીમાં આ છે ટોપ 5

    જેફ બેજોસ 112 અબજ ડોલર

    બિલ ગેટ્સ 91.2 અબજ ડોલર

    વોરેન બફે 87.7 અબજ ડોલર

    બર્નાર્ડ એરલાઇન 75 અબજ ડોલર

    માર્ક જુકરબર્ગ 72 અબજ ડોલર

    વિશ્વભરના 2208 બિલિયનેર્સની કુલ નેટવર્થ 9.1 ટ્રિલિયન ડોલર છે, જ્યારે પાછલા વર્ષે આ આંકડો 7.7 ટ્રિલિયન ડોલરનો હતો. આ વખતે યાદીમાં વિશ્વભરના 259 નવા ચહેરા આવ્યા છે. ફોર્બ્સ લિસ્ટમાં સૌથી વધુ અબજોપતિ અમેરિકાના છે. અહીંના 585 અને ચીનના 373 અબજપતિ આ યાદીમાં છે.

    ટોપ 5માં આ ભારતીયો છે

    મુકેશ અંબાણી 40.1 અબજ ડોલર

    અજિમ પ્રેમજી 18.8 અબજ ડોલર

    લક્ષ્મી મિત્તલ 18.5 અબજ ડોલર

    શિવા નડાર 14.6 અબજ ડોલર

    દિલીપ સંઘવી

    ભારતીય અબજપતિ સ્ત્રીઓમાં સૌથી અમીર જિંદાલ સ્ટીલ એન્ડ પાવરની માલિકણ સાવિત્રી જિંદાલ છે. તેમને ગ્લોબલ લિસ્ટમાં 176મો ક્રમાંક મળ્યો છે. તેમની કુલ સંપત્તિ 8.8 અબજ ડોલર છે. બાયકોનની કિરણ મજુમદાર શૉ બીજીની સંપત્તિ 3.6 અબજ ડોલર છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Jeff Bezos, Mukesh aambani, આરઆઇએલ, મુંબઇ

    આગામી સમાચાર