સબરીમાલામાં પ્રવેશ ન કરી શકી મહિલાઓ, પૂજારીએ આપી મંદિર બંધ કરવાની ધમકી

હજી પણ મંદિરમાં કોઇપણ મહિલાઓનો પ્રવેશ થઇ નથી શક્યો

  • Share this:
    કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યાને આજે ત્રણ દિવસ થઇ ગયા છે. પરંતુ હજી પણ મંદિરમાં કોઇપણ મહિલાઓનો પ્રવેશ થયો નથી. હિંદુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓનો પ્રવેશનો વિરોધ કરીને રોકાઇ રહ્યો છે. આ દરમિયાન મંદિરની આસપાસ સતત હિંસાનો માહોલ છે.

    પરત ફરી મહિલા 

    આજે શુક્રવારે પણ મંદિરની બહાર નારેબાજી અને હંગામો થઇ રહ્યો હતો. ભારે સુરક્ષા વચ્ચે પોલીસ હેલ્મેટ પહેરાવીને બે મહિલાઓને મંદિર તરફ લઇ જઇ રહી હતી પરંતુ તેઓ પણ હવે પાછી ફરી રહી છે. કેરળના આઈજીએ કહ્યું કે, 'અમે મહિલા ભક્તોને આ સ્થિતિ અંગે સચેત કરી હતી. તેમણે પરત ફરવાનો નિર્ણય લીધો છે.'

    પૂજારીએ આપી મંદિર બંધ કરવાની ધમકી

    સબરીમાલાના મુખ્ય પૂજારી કંદારારુ રાજીવરૂએ મંદિરને બંધ કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું, 'જો કોઇપણ મહિલા મંદિરમાં આવી તો અમે પૂજા રોકી દઇશું. અમે મંદિર બંધ કરીને ચાવી લઇ જઇશું. ભક્તોની ભાવનાઓને હળવાશથી ન લો. અમે ભક્તોની સાથે છીએ.'

    પૂજારી પણ કરી રહ્યાં છે વિરોધ પ્રદર્શન

    હાલ મળતી જાણકારી પ્રમાણે ગુસ્સામાં આવેલા ભક્તોએ મંદિરના મુખ્ય કપાટને બ્લોક કરી દીધો છે અને મહિલાઓને અંદર જવા દેવામાં નથી આવી રહી. સ્થિતિ પર નિયંત્રણ માટે કેરળના ગવર્નર કે. સતાશિવમે કેરળ પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે. કેરળના ડીજીપી ગવર્નરને મળશે. મંદિરમાં મહિલાઓનો વિરોધને જોતા પૂજારીઓએ પૂજા રોકી દીધી છે. મંદિરના પૂજારી પણ કપાટની નજીક પ્રદર્શન કરી રહ્યાં છે.

    તેમને રોકવા માટે પ્રદર્શનકારીઓ ઘણો વિરોધ કરી રહ્યાં છે. બંન્ને મહિલાઓ મંદિરથી માત્ર 2 કિલોમીટરના અંતરે છે. બેમાંથી એક મહિલા પત્રકાર છે.



    પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે વિવાદ

    પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે વિવાદ થયો હતો. આઈજી શ્રીજીતે પ્રદર્શનકારીઓને કહ્યું કે અમારે કાનૂન વ્યવસ્થાને સરખી કરવાની છે. હું પણ અયપ્પાનો ભક્ત છું. પરંતુ અમારે કાયદો લાગુ કરવાનો છે.

    આ પણ વાંચો: કેરળ: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના કારણે થઈ તબાહી- ગુરૂમૂર્તિ

    આ પણ વાંચો:   'મહિલાઓ માટે સબરીમાલા મંદિરના દ્વાર નહીં ખુલે,' વાયરલ થતા સમાચારની જાણો હકીકત

    કોણ છે મહિલા પત્રકાર? 

    મંદિર તરફ આગળ વધનારી મહિલા પત્રકાર હૈદરાબાદની છે. શુક્રવારે સબરીમાલા પહાડીનું ચઠાણ શરૂ કરી દીધું છે. વિદેશી મીડિયા સંગઠન માટે કામ કરનારી દિલ્હીની પત્રકારનો મંદિરમાં દર્શનનો પ્રયાસ નિષ્ફળ જતા એક દિવસ પછી અન્ય મહિલાએ ચઢવાનું શરૂ કરી દીધું છે.
    Published by:Kaushal Pancholi
    First published: