ઘાસચારા કૌભાંડના એક કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટે આજે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સજાની સુનાવણી ફરી ટળી છે. આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા થવાની હતી.
સજા પર સુનાવણી પછી જજ શિવપાલ સિંહ નિર્ણય સંભળાવશે. શનિવારે છ દોષીઓને સજાની સુનાવણી થશે. શુક્રવારે આજે રાજા રામ જોષી અને મહેશ પ્રસાદની પણ સુનાવણી પુરી થઈ ગઈ છે. આજે કોઈ સુનાવણી નહીં થાય.
લાલુના મુદ્દે લગભગ 5 મિનિટ સુધી બહેસ ચાલી હતી. લાલુના વકીલે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે લાલુની ઉંમર 70ની છે, કિડનીની બીમારી છે, હાર્ટનું ઓપરેશન થયું છે, સુગર પણ છે. જેલમાં રહીને સારી રીતે તેમની સારવાર નહીં થઈ શકે એટલે ઓછામાં ઓછી સજા થવી જોઈએ.
આ કેસ 1990-1994ની વચ્ચે દેવઘરના સરકારી તિજોરીમાંથી 89.27 લાખ રૂપિયા ગેરકાયદે મંજૂરી સાથે જોડાયેલ છે. જેમાં સીબીઆઈ જજ એ 22 આરોપીઓમાંથી લાલુ યાદવ સહિત 16 લોકોને દોષિત ગણાવ્યા હતા.
લાલુ પ્રસાદ યાદવના વકીલે રાંચી સ્પેશિયલ કોર્ટમાં માગણી કરી છે કે તેમની તબિયત નાદુરસ્ત રહેતા લાલુ યાદવને ઓછી સજા થાય.
#FLASH: Lalu Prasad Yadav's advocate files plea before Ranchi Special CBI Court demanding minimum punishment to the RJD Chief on health grounds pic.twitter.com/YKWnXUukYo
નોંધનીય છે કે લાલુની સજાની સુનાવણી બુધવારે કોર્ટમાં થવાની હતી પરંતુ વકીલ વિંદેશ્વરી પ્રસાદના નિધન બાદ સજા સુનવણી ગુરૂવાર સુધી ટાળી દેવામાં આવી હતી. જેના પછી લાલુ સહિત તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં બિરસા મુંડા જેલ મોકલી દેવામાં આવ્યા.
રાંચી સ્પેશિઅલ સીબીઆઈ કોર્ટે રઘુવંશ પ્રસાદ સિંગ, તેજસ્વી યાદવ અને મનોજ જ્હાને કોર્ટની અવગણનાના દોષિત ગણાવીને જાન્યુઆરી 23ના કોર્ટનું સમન્સ અપાયું છે. લાલુના સમર્થકોનું કહેવું છે કે બીજા રાજકીય લોકો સહિત ભાજપાએ ષડયંત્ર અંતર્ગત ફસાયા છે. લાલુના પરિવાર એ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ હાઇકોર્મટાં અપીલ કરવાની વાત કહી છે.
ઉલ્લેખનીય છે કે 2013ની સાલમાં પણ કોર્ટ એ લાલુને ચાઇબાસા તિજોરીમાંથી 37.5 કરોડ રૂપિયાની ગેરકાયદે મંજૂરીના દોષિત ગણાવ્યા હતા. ત્યારે લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષ જેલની સજા સંભળાવી હતી અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ કેસ સાથે જોડાયેલ સીબીઆઈ સૂત્રોના મતે લાલુના નામ પર પાંચ કેસ ઝારખંડમાં અને એક કેસ બિહારમાં નોંધાયેલો છે. ઝારખંડના 5 કેસમાં લાલુ બે કેસમાં દોષિત છે. બાકી 3 કેસમાં ટ્રાયલ ચાલુ છે. તેમાં દુમકા ટ્રેઝરીમાંથી 3.97 કરોડ રૂપિયા, ચાઇબાસા ટ્રેઝરીમાંથી 36 કરોડ રૂપિયા, ડોરંડા ટ્રેઝરીમાંથી 184 કરોડ રૂપિયા જ્યારે બિહારની ભાગલપુર ટ્રેઝરીમાંથી 45 લાખ રૂપિયાની ગેરકાયદે મંજૂરીના મામલામાં સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર