Home /News /india /

1 ડિસેમ્બરથી તમે પણ ઉડાવી શકો છો ડ્રોન, જાણી લો તેના નિયમ

1 ડિસેમ્બરથી તમે પણ ઉડાવી શકો છો ડ્રોન, જાણી લો તેના નિયમ

નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, ભારતના ઉડ્ડયનના ઈતિહાસમાં આ ઐતિહાસિક અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, ભારતના ઉડ્ડયનના ઈતિહાસમાં આ ઐતિહાસિક અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.

    ભારતમાં ડ્રોન ઉડાવવામાં ઘણી સાવધાનીઓ રાખવી પડે છે. પરંતુ દેશમાં ડ્રોન ઉડાવવા માટે કાનૂની મંજૂરી મળી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (એવિએશન મિનિસ્ટ્રી) આ અંગે એક ગાઇડલાઇન તૈયાર કરી છે. જે અંતર્ગત એક ડિસેમ્બરથી સામાન્ય નાગરિક દેશમાં કંયાય પણ ડ્રોન ઉડાવી શકાશે. જે માટે ઉપયોગકર્તાઓએ પોતાના ડ્રોન, પાયલોટ અને માલિકોનું એકવાર નોંધણી કરાવવી જરૂરી બનશે. નોંધનીય છે કે, અત્યાર સુધી સુરક્ષાના કારણો હેઠળ ડીજીસીએ દ્વારા ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા રિમોટલી પાયલેટેડ એરક્રાફ્ટ સિસ્ટમ માટે નિયમાવલી તૈયાર કરવામાં આવી છે. આ નિયમો હેઠળ એરસ્પેસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેના આધારે જ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, ભારતના ઉડ્ડયનના ઈતિહાસમાં આ ઐતિહાસિક અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. પ્રભુએ આશા વ્યક્ત કરી હતી કે, આવી શરતી પરવાનગી દ્વારા ઘણા નવા અને આકર્ષક પ્રયોગોને અવસર મળશે. તે ઉપરાંત ભારતીય ડ્રોન ઈન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળશે.

    એર સ્પેસને ત્રણ ભાગમાં વહેંચાયુ

    રેડ ઝોન : ઉડ્ડયનની પરવાનગી નથી (એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય બોર્ડર, દિલ્હીનો વિજય ચોક, રાજ્યોના સચિવાલય અને સુરક્ષા સાથે સંકળાયેલી અન્ય સ્થળો.)
    યલો ઝોન : નિયંત્રિત વાયુ ક્ષેત્ર (પરવાનગી બાદ ઉડ્ડયન)
    ગ્રીન ઝોન : સ્વચાલિત અનુમતી ક્ષેત્ર (દિવસ દરમિયાન 400 ફૂટ ઉંચાઈ સુધી જ ઉડ્ડયનની પરવાનગી)

    ડ્રોનને પાંચ કેટેગરીમાં વહેંચાયા

    ડ્રોન કેટેગરી - વજન
    નેનો ડ્રોન -  250 ગ્રામ
    માઈક્રો ડ્રોન -  500 ગ્રામથી 2 કિલો
    મિની ડ્રોન - 2 કિલોથી 25 કિલો
    સ્મોલ ડ્રોન -  25 કિલોથી 150 કિલો
    લાર્જ ડ્રોન -  150 કિલોથી વધુ

    શું છે નવા નિયમો?

    250 ગ્રામથી 2 કિલો સુધીના ડ્રોનનો બાળકો રમકડાં તરીકે ઉડાડવા ઉપયોગ કરતા હોય છે. બાકીના તમામ ડ્રોનની નોંધણી કરાવવી પડશે અને તેને ખાસ ઓળખ ક્રમાંક પણ આપવામાં આવશે. આવું લાઇસન્સ લેવા ઇચ્છનારની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ, તેણે ઓછામાં ઓછું ધોરણ દશ પાસ કરેલું હોવું જોઇએ અને અંગ્રેજીની જાણકારી હોવી જોઈએ.

    રજિસ્ટ્રેશન ફરજિયાત

    સરકારે જણાવ્યું હતું કે, ડ્રોનના ઉપયોગ માટે સૌથી પહેલાં તો માલિકે પોતાનું નામ, પાઈટલ અથવા તો ડ્રોનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ મોબાઈલ એપ દ્વારા પરવાનગી લેવી પડશે. પરવાનગી મળી છે કે નહીં તે પણ એપ દ્વારા નોટિફિકેશનથી જાણ કરાશે.

    નો ફ્લાય ઝોન

    ડ્રોન માટે કેટલાંક વિસ્તારો નો ફ્લાય ઝોન પણ નક્કી થયેલા છે. તેમાં વિમાની મથકો નજીકનો વિસ્તાર, આંતરરાષ્ટ્રીય સરહદ નજીકનો વિસ્તાર, દિલ્હીના વિજય ચોક, રાજ્યના પાટનગરનું સચિવાલય તેમ જ લશ્કરી મથક વિસ્તારનો સમાવેશ થાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Drone, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन